ફિરોઝ ખાનની કાર સાથે ટકરાતાં ​બૉલીવુડમાં બ્રેક મળ્યો હતો શક્તિ કપૂરને

14 July, 2019 11:42 AM IST  |  મુંબઈ

ફિરોઝ ખાનની કાર સાથે ટકરાતાં ​બૉલીવુડમાં બ્રેક મળ્યો હતો શક્તિ કપૂરને

ફિરોઝ ખાનની કાર સાથે ટકરાતાં ​બૉલીવુડમાં બ્રેક મળ્યો હતો શક્તિ કપૂરને

શક્તિ કપૂરે જણાવ્યું હતું કે એક વખત તેની કાર ફિરોઝ ખાનની મર્સિડીઝ સાથે ટકરાઈ હતી. કારમાંથી તેઓ જ્યારે બહાર આવ્યા ત્યારે ફિરોઝ ખાનને જોતાં જ શક્તિ કપૂરે પોતાની ઓળખાણ આપી અને ફિલ્મમાં કામ આપવાની વિનંતી કરી હતી. ત્યાર બાદ તેમને ‘કુરબાની’માં અગત્યનો રોલ મળ્યો હતો. આ આખોય કિસ્સો ‘ધ કપિલ શર્મા શો’માં શક્તિ કપૂરે જણાવ્યો હતો. આ શોમાં તેમની સાથે પદ્‍મિની કોલ્હાપૂરે પણ હાજર હતી. તે શ્રદ્ધા કપૂરની માસી છે. ફિલ્મોમાં મળેલી પોતાની પહેલી બ્રેક વિશે શક્તિ કપૂરે કહ્યું હતું કે ‘હું માનું છું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ થવા માટે તમને ટૅલન્ટ અને લક બન્નેની જરૂર પડે છે. તમે ટૅલન્ટેડ હોવ અને અનલક્કી હોવ તો તમે ઇન્ડસ્ટ્રીમાં ના ટકી શકો.

એક વખત હું લિન્કીંગ રોડથી સાઉથ બૉમ્બે જઈ રહ્યો હતો. એ દરમ્યાન મારી કાર એક મર્સિડીઝ સાથે ટકરાઈ ગઈ હતી. હું જ્યારે કારની બહાર આવ્યો તો મેં જોયુ ૬ ફૂટ ૨ ઇંચનો હૅન્ડસમ વ્યક્તિ કારમાંથી બહાર આવ્યો હતો. તે ફિરોઝ ખાન હતાં. મેં જેવા તેમને કારમાંથી ઉતરતાં જોયા. મેં તેમને કહ્યું હતું કે સર, મારું નામ શક્તિ કપૂર છે. હું ફિલ્મ ઇન્સ્ટિટયુટ ઑફ પૂણેથી છું અને મેં ઍક્ટિંગમાં ડિપ્લોમા કર્યો છે. પ્લિઝ મને તમારી ફિલ્મમાં રોલ આપો.

આ પણ જુઓઃ દર્શન રાવલ: આવી છે અમદાવાદના ચોકલેટી બોયની સક્સેસ સ્ટોરી

એ સાંજે હું મારા ક્લોઝ ફ્રેન્ડ કે. કે. શુકલાનાં ઘરે ગયો હતો. તે રાઇટર હતો અને ફિરોઝ ખાનની સાથે ‘કુરબાની’માં કામ કરી રહ્યો હતો. તેણે મને કહ્યું કે ફિરોઝ ખાન ફિલ્મમાં એક ખાસ રોલ માટે એક એવા વ્યક્તિને શોધી રહ્યા છે જે ફિલ્મ ઇન્સ્ટિટયુટ ઑફ પૂણેથી હોય અને જેણે તેમની કાર સાથે ટક્કર કરી હતી. હું ખૂબ જ ઉત્સાહિત થયો હતો અને જોરથી ચીસો પાડી હતી કે હું એ જ વ્યક્તિ છું.’

shakti kapoor bollywood news