આ છે બચ્ચન પાન્ડેનો અક્ષયકુમાર

08 January, 2021 05:26 PM IST  |  Mumbai | Mumbai correspondent

આ છે બચ્ચન પાન્ડેનો અક્ષયકુમાર

આ છે બચ્ચન પાન્ડેનો અક્ષયકુમાર

અક્ષયકુમારે તેની આગામી ફિલ્મ ‘બચ્ચન પાન્ડે’નો લુક શૅર કર્યો છે. આ ફિલ્મમાં ક્રિતી સૅનન, જૅકલિન ફર્નાન્ડિસ, પંકજ ત્રિપાઠી અને અર્શદ વારસી પણ લીડ રોલમાં છે. અક્ષયકુમાર ગૅન્ગસ્ટરના રોલમાં જોવા મળશે, જેને ઍક્ટર બનવું હોય છે. ફિલ્મને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ અને ફરહાદ સામજી ડિરેક્ટ કરી રહ્યો છે. ફિલ્મના‍ સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અક્ષયકુમારે કૅપ્શન આપી હતી કે ‘નવું વર્ષ અને જૂનું અસોસિએશન. ‘બચ્ચન પાન્ડે’નું શૂટિંગ શરૂ કર્યું છે. સાજિદ નડિયાદવાલા સાથે મારી આ 10મી ફિલ્મ છે અને આશા છે હજી અમે સાથે ઘણીબધી ફિલ્મો કરવાના છીએ. તમારી શુભેચ્છાની જરૂર છે અને મારા આ લુક માટે તમારા વિચારો જણાવજો.’

bollywood akshay kumar bollywood news bollywood gossips