આયુષ્માનની ડ્રીમ ગર્લમાં છે આ ભૂલો, આ કારણે ફિલ્મ કરે છે નિરાશ

13 September, 2019 07:49 PM IST  |  મુંબઈ ડેસ્ક

આયુષ્માનની ડ્રીમ ગર્લમાં છે આ ભૂલો, આ કારણે ફિલ્મ કરે છે નિરાશ

ડ્રીમ ગર્લ

આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ચાહકો આ ફિલ્મની રાહ ઘણા સમયથી જોઈ રહ્યા હતા. ફિલ્મના ટ્રેલર, પ્રોમો અને ગીતોને તો ખૂબ જ પ્રેમ મળ્યો. એટલું જ નહીં બોલીવુડ સેલેબ્સે પણ આ ફિલ્મ જોયા પછી આ ફિલ્મના ખૂબ જ વખાણ કર્યા. આટલા વખાણ સાંભળ્યા અને રસપ્રદ પ્રોમો બાદ ફિલ્મને જોવાનો ઉત્સાહ વધે તે સામાન્ય છે.

પણ આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ જોતાં પહેલા તમારી માટે કેટલીક વાતો જાણવી જરૂરી છે. આ ફિલ્મમાં ઘણી બધી ભૂલો છે, જે આ ફિલ્મને અપેક્ષા કરતાં થોડી ખરાબ બનાવે છે. આવો જાણીએ આ વિશે.

ફિલ્મની સ્ક્રીનપ્લે અને ટ્રીટમેન્ટ
ફિલ્મની લોકેશનથી લઇને સ્પીડ અને રાઇટિંગ બધી બાબતોમાં ઉણપ સ્પષ્ટ દેખાય છે. ધીમી ગતિથી શરૂ થતી આ ફિલ્મ એક ફેસ નથી પકડી શકતી. ક્યારેક સ્પીડમાં ચાલે છે તો ક્યારેક ધીમી પડી જાય છે. એટલું જ નહીં ઘણી જગ્યાએ નકામું જ્ઞાન પણ આપે છે. આ સિવાય અમુક સીક્વેન્સ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. એક સીનની વચ્ચે જ ગીત આવી જાય છે તે ખરેખર અજીબ લાગે છે. આ સિવાય ફિલ્મના ક્લાઇમેક્સમાં પણ ખાસ મજા નથી આવતી.

એક્ટિંગ
અન્નૂ કપૂર, રાજેશ શર્મા અને અભિષેક ચેટર્જી બોલીવુડના સારા એક્ટર્સમાંના એક છે. અન્નૂ કપૂર અને આયુષ્માન ખુરાનાની જોડીને વિકી ડોનરમાં કમાલ કરતાં જોયા છે ફણ આ વખતે અન્નૂ કપૂરના પાત્રને એટલી સારી રીતે રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

હ્યૂમર
આયુષ્માન ખુરાનાની ફિલ્મને તેના સારા હ્યૂમર અને કૉમેડીને કારણે ઓળખવામાં આવે છે. ફિલ્મ બધાઇ હોના સુપરહિટ થવા પાછળનું કારણ તેની સારી કૉમેડી હતી. આ સિવાય આપણે આયુષ્માનને ઘણી સારી ફિલ્મો કરતાં અને પસંદગી કરતાં જોયા છે.

આ પણ વાંચો : Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

સ્ટીરિયોટાઇપ
આ ફિલ્મમાં તેની પણ ઉણપ છે જે ઘણી ફિલ્મોમાં આપણે જોતાં આવ્યા છીએ. એવામાં લોકો અને વસ્તુઓને સ્ટીરિયોટાઇપ કરવામાં આવ્યા છે.

ayushmann khurrana bollywood bollywood events bollywood gossips bollywood news