​ત્રિશૂલ સાથે ફાઇટ કરતી વખતે એક અલગ જ જવાબદારી હોય છે : અજય દેવગન

08 March, 2023 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અજય દેવગન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ​ ફિલ્મ ૩૦ માર્ચે રિલીઝ થઈ રહી છે

અજય દેવગન

અજય દેવગને તેની ‘ભોલા’નું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ ટ્રેલરમાં તે શંકર ભગવાનના ત્રિશૂલની મદદથી ફાઇટ કરતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ ૨૦૧૯માં આવેલી તામિલ ફિલ્મ ‘કૈથી’ની હિન્દી રીમેક છે. અજય દેવગન દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ​ ફિલ્મ ૩૦ માર્ચે રિલીઝ થઈ રહી છે જેમાં તેની સાથે તબુ, દીપક ડોબરિયાલ, સંજય મિશ્રા અને ગજરાજ રાવ પણ છે. આ​ વિશે વાત કરતાં અજય દેવગને કહ્યું હતું કે ‘મને લાગે છે કે આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આ થોડું મુશ્કેલ હતું, પરંતુ એકદમ અલગ હતું. અમે ફાઇટને ડિઝા​ઇન કરી અને ત્યાર બાદ એના પર અમલ કરીને એને પર્ફોર્મ કર્યું. ​ત્રિશૂલ મારા હાથમાં હોવાથી મારે એને લઈને કેટલીક જવાબદારીઓને ધ્યાનમાં રાખવી પડી હતી.’

entertainment news bollywood news bollywood gossips bollywood ajay devgn upcoming movie