Zoya Factor: ટ્વિંકલ ખન્નાએ કેમ બદલાવી પુત્ર આરવના સૂવાની દિશા

17 September, 2019 07:40 PM IST  |  મુંબઈ ડેસ્ક

Zoya Factor: ટ્વિંકલ ખન્નાએ કેમ બદલાવી પુત્ર આરવના સૂવાની દિશા

ટ્વિંકલ ખન્ના પુત્ર આરવ સાથે

અક્ષય કુમારની બેટર હાફ ટ્વિંકલ ખન્ના ખૂબ જ હ્યૂમરસ છે. ટ્વિંકલ ઘણીવાર રસપ્રદ વાતો શૅર કરતી હોય છે. હવે ટ્વિંકલે પોતાની એક સરસ આદતનો ખુલાસો કર્યો છે, જે જાણીને તમે પણ ચોંકી જશો.

સોનમ કપૂરની ફિલ્મ ધ ઝોયા ફેક્ટર 20 સપ્ટેમ્બરના રિલીઝ થઈ રહી છે, જેની સ્ટોરી ક્રિકેટ અને નસીબના કનેક્શન પર આધારિત છે. સોનમ ફિલ્મમાં ઝોયા સોલંકીનું પાત્ર ભજવી રહી છે, જેને ક્રિકેટ ટીમ માટે લકી ચાર્મ માનવામાં આવે છે. ફિલ્મને પ્રમોટ કરવા માટે સોનમ બોલીવુડ સેલિબ્રિટીઝના વીડિયો શૅર કરી રહી છે, જેમાં કે પોતાના લકી ચાર્મ અથવા અંધવિશ્વાસો વિશે વાત કરતાં જોવા મળે છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આ વિશે વાત કરી ચૂક્યા છે અને હવે ટ્વિંકલ ખન્નાએ પોતાના અનોખા વિશ્વાસનો ખુલાસો કર્યો છે.

આ વીડિયોમાં ટ્વિંકલ જણાવે છે કે તેમનું લકી ચાર્મ એક ડાઉનલોડેડ કંપાસ એપ છે. ટ્વિંકલ ઇંગ્લેન્ડમાં છે અને જ્યારે તેણે પોતાના દિકરા આરવના સૂવાની જગ્યા જોઈ તો પૂછ્યું કે તેનું માથું યોગ્ય દિશામાં છે. ટ્વિંકલે કંપાસ કાઢ્યું અને તપાસ્યું તો આરવનું માથું ઉત્તર દિશામાં હતું, તેના પછી ટ્વિંકલે તકિયાની દિશા બદલાવી દીધી. ટ્વિંકલ કહે છે કે તે ભારતની બહાર હોઇ શકે છે પણ વાસ્તુથી નહીં.

આ પણ વાંચો : Nia Sharma: ટેલિવિઝનની આ અભિનેત્રીને મળ્યો સૌથી સેક્સી વુમનનો ખિતાબ

ધ ઝોયા ફેક્ટરનું નિર્દેશન અભિષેક શર્માએ કર્યું છે. ફિલ્મમાં સોનમ સાથે દુલ્કર સલમાન લીડ રોલમાં છે, જે એક ક્રિકેટરનું પાત્ર ભજવે છે. ફિલ્મની સ્ટોરી અનુજા ચૌહાણની આ જ નામે આવેલી નવલકથામાંથી લેવામાં આવી છે. ધ ઝોયા ફેક્ટર સાથે પલ પલ દિલ કે પાસ અને સંજય દત્તની પ્રસ્થાનમ પણ રિલીઝ થઈ રહી છે.

twinkle khanna sonam kapoor bollywood bollywood events bollywood gossips bollywood news