‘સિટાડેલ’ની બીજી સીઝનની ચાલી રહી છે તૈયારી

27 May, 2023 05:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘સિટાડેલ’ની બીજી સીઝનની તૈયારી ચાલી રહી છે. આ સિરીઝ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ છે. એમાં પ્રિયંકા ચોપડા જોનસ અને રિચર્ડ મૅડન લીડ રોલમાં છે

‘સિટાડેલ’ની બીજી સીઝનની ચાલી રહી છે તૈયારી

‘સિટાડેલ’ની બીજી સીઝનની તૈયારી ચાલી રહી છે. આ સિરીઝ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ છે. એમાં પ્રિયંકા ચોપડા જોનસ અને રિચર્ડ મૅડન લીડ રોલમાં છે. રૂસો બ્રધર્સે આ શોને પ્રોડ્યુસ કર્યો હતો. હવે જો રૂસો બીજી સીઝનના બધા એપિસોડ ડિરેક્ટ કરશે. એ વિશે રૂસો બ્રધર્સના ઍન્થની અને જો રૂસોએ કહ્યું કે ‘અમે આ સ્પાયની કડીને જેન, વર્નોન અને ઍમેઝૉનની પૂરી ટીમ સાથે આગળ લઈ જવા માટે એક્સાઇટેડ છીએ. ‘સિટાડેલ’ની રચનાત્મક સ્ટોરી, અદ્ભુત, વિશ્વભરના ફ્રન્ટ અને બિહાઇન્ડ ધ કૅમેરાના ક્રીએટિવ્સ સાથે ભાગીદારીને લઈને ઉત્સુક છીએ.’

સેકન્ડ સીઝનને લઈને ઍમેઝૉનની હેડ જેનિફર સાલ્કેએ કહ્યું કે ‘‘સિટાડેલ’ ખરા અર્થમાં અતુલનીય છે. અમારો ઉદ્દેશ હંમેશાંથી પ્રાઇમ વિડિયોના વિશ્વભરના દર્શકો માટે નવી ફ્રૅન્ચાઇઝીને ક્રીએટ કરવાનો રહ્યો છે. જો અને ઍન્થની રૂસોનું વિઝન પ્રશંસનીય છે. અમે મેમ્બરશિપ વગરના દર્શકો માટે ‘સિટાડેલ’ના એપિસોડ ગ્લોબલી પ્રીમિયર કરવાના છીએ. સાથે જ એ જણાવીએ છીએ કે આ સિરીઝની બીજી સીઝન પણ લાવી રહ્યા છીએ.’

entertainment news bollywood news priyanka chopra