મારી ક્રીએટિવ સાઇડને લોકો જોઈ શકે તો પ્લૅટફૉર્મથી કોઈ ફરક નથી પડતો

17 July, 2020 07:00 PM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

મારી ક્રીએટિવ સાઇડને લોકો જોઈ શકે તો પ્લૅટફૉર્મથી કોઈ ફરક નથી પડતો

ભૂમિ પેડણેકર

કોરોના વાઇરસને કારણે થિયેટર્સ બંધ હોવાથી ભૂમિ પેડણેકરની ‘ડૉલી કિટી ઔર વો ચમકતે સિતારે’ને નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને ઑનલાઇન રિલીઝ કરવામાં આવી રહી હોવાથી ભૂમિને કોઈ ફરક નથી પડતો. તેનું માનવું છે કે લોકોને મનોરંજન મળવું જોઈએ, પ્લૅટફૉર્મ મહત્ત્વનું નથી. આ ફિલ્મમાં તેની સાથે કોંકણા સેન શર્મા પણ છે. આ વિશે ભૂમિએ કહ્યું હતું કે ‘એક આર્ટિસ્ટ તરીકે હું હંમેશાં દર્શકોને મનોરંજન પૂરું પાડવાનો પ્રયત્ન કરું છું. હું સ્ક્રીન પર આવું છું અને લોકો મારું ક્રીએટિવ એક્સપ્રેશન જોઈ શકે તો મને પ્લૅટફૉર્મથી ફરક નથી પડતો. આ સમયે પ્રોડ્યુસરને જે જરૂરી લાગે એ તેઓ કરે છે અને આપણે બધાએ તેમના નિર્ણયને સપોર્ટ કરવો જોઈએ. આપણે બધાએ આપણા ઈગોને સાઇડ પર રાખીને પ્રોડ્યુસરના નિર્ણયને દિલથી સપોર્ટ કરવો જોઈએ. મને આશા છે કે આ પ્લૅટફૉર્મ દ્વારા વધુ દર્શકો ફિલ્મને જોઈ શકશે.’
ફિલ્મ વિશે વાત કરતાં ભૂમિએ કહ્યું હતું કે ‘અમારી ‘ડૉલી કિટી ઔર વો ચમકતે સિતારે’ ખૂબ જ સ્પેશ્યલ ફિલ્મ છે. કોંકણા ખૂબ જ અદ્ભુત વ્યક્તિ છે અને અલંક્રિતા શ્રીવાસ્તવ પણ ખૂબ જ સ્પેશ્યલ ડિરેક્ટર છે. બાલાજીએ હંમેશાં સારી કન્ટેન્ટને સપોર્ટ કરી છે અને એથી જ એકતા મને ખૂબ જ પસંદ છે.’
આ ફિલ્મને ઘણા ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડવાઇડ પસંદ કરવામાં આવી છે અને ક્રિટિક્સ દ્વારા પણ એને સારા રિવ્યુ આપવામાં આવ્યા હતા. આ ફિલ્મને દુનિયાભરના દર્શકો પસંદ કરે એવી ભૂમિને આશા છે.

bhumi pednekar bollywood bollywood news bollywood gossips