‘બાહુબલી 2’ને પછાડી ‘વિક્રમ’એ

19 June, 2022 05:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તામિલનાડુમાં સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની અને એ બહુ જલદી ૩૫૦ કરોડનો આંકડો ક્રૉસ કરવા જઈ રહી છે.

વિક્રમ ફિલ્મ

કમલ હાસનની ‘વિક્રમ’એ પાંચ વર્ષ જૂનો ‘બાહુબલી 2’નો રેકૉર્ડ પોતાને નામ કરી લીધો છે. ​તામિલ ફિલ્મમાં સૌથી વધુ બિઝનેસ કરવાનો રેકૉર્ડ અત્યાર સુધી ‘બાહુબલી 2’ના નામે હતો. આ ફિલ્મે ટોટલ ૧૪૬.૧૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જોકે હવે ‘વિક્રમ’એ ૧૫૦થી વધુ કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને આ રેકૉર્ડ પોતાને નામે કરી લીધો છે. એ બહુ જલદી ૩૫૦ કરોડ રૂપિયાનો આંકડો ક્રૉસ કરવા જઈ રહી છે. લોકેશ કનકરાજની ઍક્શન એન્ટરટેઇનર ‘વિક્રમ’ બૉક્સ-ઑફિસ પર ઘણા રેકૉર્ડ બનાવી રહી છે. આ વિશે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી ટ્રેકર શ્રીધર પિલ્લેએ કહ્યું હતું કે આ વીક-એન્ડમાં ‘વિક્રમ’ ૩૫૦ કરોડ રૂપિયાનો ગ્રોસ ક્લેક્શનનો આંકડો ક્રૉસ કરી લેશે. આ ફિલ્મની સફળતાને લઈને શુક્રવારે સક્સેસ પાર્ટી પણ રાખવામાં આવી હતી. રેડ જાયન્ટ મૂવીઝ ડિસ્ટ્રિબ્યુશન કંપનીના ઉધ્યાનિધિએ કહ્યું કે ‘અમને ખબર હતી કે ફિલ્મ હિટ રહેશે, પરંતુ એ નહોતી ખબર કે આટલી મોટી હિટ રહેશે. આ ફિલ્મનું ત્રીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને એમાં ફિલ્મે ૭૫ કરોડનો બિઝનેસ કર્યો છે. આજ સુધી એક પણ તામિલ ફિલ્મે આટલો બિઝનેસ નથી કર્યો. આ ફિલ્મ હજી પણ સારો​ બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મ હજી પણ પાંચથી છ અઠવાડિયાં સુધી ચાલશે એવી આશા છે.’

bollywood news kamal haasan