મહાવતાર નરસિંહા OTT પર આવી રહી છે? નિર્માતાઓએ ખંડન કર્યું અફવાનું

07 August, 2025 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ ‘સૈયારા’ની બમ્પર કમાણી વચ્ચે ‘મહાવતાર નરસિંહા’ની સફળતાએ ધ્યાન ખેંચ્યું છે.

ફિલ્મનું પોસ્ટર

ફિલ્મ ‘સૈયારા’ની બમ્પર કમાણી વચ્ચે ‘મહાવતાર નરસિંહા’ની સફળતાએ ધ્યાન ખેંચ્યું છે. આ ફિલ્મને સારી લોકપ્રિયતા મળી છે ત્યારે એની OTT-રિલીઝને લઈને અટકળો શરૂ થઈ છે. ડિજિટલ પ્લૅટફૉર્મ પર ફિલ્મ આવવાની ચર્ચાઓ પર નિર્માતાઓએ પોસ્ટ શૅર કરીને પ્રતિક્રિયા આપી છે.

ફિલ્મના નિર્માતાઓએ ‘મહાવતાર નરસિંહા’ની OTT-રિલીઝ વિશેની ખબરોને અફવા ગણાવી છે. તેમણે સત્તાવાર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે હાલમાં ફિલ્મ ફક્ત સિનેમાઘરોમાં જ ચાલી રહી છે, OTT-રિલીઝની વાતો માત્ર અફવા છે. નિર્માતાઓએ લખ્યું છે કે ‘અમે ‘મહાવતાર નરસિંહા’ને લઈને દર્શકોના ઉત્સાહ અને OTT પર થઈ રહેલી ચર્ચા બદલ આભારી છીએ, પરંતુ હજી સુધી આ ફિલ્મ વિશ્વભરનાં સિનેમાઘરોમાં જ ચાલી રહી છે. હાલમાં કોઈ OTT-ડીલ ફાઇનલ નથી થઈ.’

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news