ધ લાયન કિંગ: સિમ્બા બન્યો આર્યન ખાન, શાહરુખે કહ્યું મારા જેવો છે અવાજ

11 July, 2019 08:07 PM IST  |  મુંબઈ ડેસ્ક

ધ લાયન કિંગ: સિમ્બા બન્યો આર્યન ખાન, શાહરુખે કહ્યું મારા જેવો છે અવાજ

હોલીવુડ કંપની ડિઝ્નીની એનિમેશન ફિલ્મ ધ લાયન કિન્ગના હિંદી વર્ઝનનું નવું ટીઝર આવ્યું છે, જેમાં પહેલી વાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનનો અવાજ સંભળાય છે. આર્યને ફિલ્મમાં મુખ્ય પાત્ર સિમ્બાને અવાજ આપ્યો છે, જ્યારે સિમ્બાના પિતા મુફાસાના પાત્રને શાહરુખ ખાને અવાજ આપ્યો છે.

આ બીજી વાર છે જ્યારે શાહરુખ ખાન અને આર્યન ખાને એક જ પ્રૉજેક્ટમાં એકસાથે કામ કર્યું છે. આ પહેલા પણ બન્નેએ ધ ઇનક્રેડિબલ્સમાં મુખ્ય પાત્રોને અવાજ આપી ચૂક્યા છે. આ ફિલ્મ 2004માં આવી હતી અને આર્યન તે વખતે બાળક હતો. શાહરુખ ખાને ટીઝર શેર કરતાં લખ્યું, મારો સિમ્બા. આ ટીઝરમાં જો તમે આર્યનનો અવાજ સાંભળશો તો એ ઓળખવું મુશ્કેલ થઈ પડશે કે શાહરુખ બોલે છે કે આર્યન. ટીઝરમાં આર્યન બોલતો સંભળાય છે.. મેં હું સિમ્બા, મુફાસાકા બેટા. આર્યનનો અવાજ પોતાના પિતા સાથે ઘણો મેળ ખાતો સંભળાય છે.

શાહરુખે આર્યન તરફથી તેના અવાજને પસંદ કરનારાનો આભાર માનતા લખ્યું છે કે યુવાન સિંહો ટ્વીટ નથી કરતાં, તેથી સિમ્બા આર્યન ખાન તરફથી આ પ્રયત્નને પસંદ કરવા માટે તમારો સૌનો આભાર માનવા ઇચ્છું છું. શાહરુખ ખાને એ પણ પૂછ્યું કે શું તેનો અવાજ આર્યન ખાન જેવો નથી કે આ તેનો જ અવાજ છે?

આ પણ વાંચો : અરમાન ભાનુશાલી: 9ની વયે 3 મોટા ઓપરેશન છતાં સ્ટેજ પર ધમાલ મચાવે છે મિરેકલ બૉય

શાહરુખ ખાને આ ફિલ્મમાં આર્યન સાથે એસોશિએટ થવા પર કહ્યું કે - એક પિતા તરીકે, હું મુફાસાથી સંપૂર્ણપણે સહેમત છું અને તે સંબંધથી પણ, જે તે સિમ્બા સાથે શેર કરે છે. ધ લાયન કિંગનો વારસો છે અને તેને દીકરા આર્યન સાથે રજૂ કરવું મારી માટે ખાસ છે. અમને એ વાતનો વધુ ઉત્સાહ છે કે અબરામ આમાં દેખાશે. જોન ફેવરો નિર્દેશિત ધ લાયન કિંગ 19 જુલાઇના હિન્દી, અંગ્રેજી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે. તેનું સંપૂર્ણ એનિમેશન વર્ઝન વિશ્વ આખાની જાણીતી ફિલ્મોમાં સામેલ છે.

Shah Rukh Khan aryan khan abram khan bollywood hollywood news bollywood news bollywood gossips bollywood events