‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પણ થઈ પોસ્ટપોન

11 January, 2022 07:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોરોના વાઇરસને કારણે એક પછી એક તમામ ફિલ્મો પોસ્ટપોન થઈ રહી છે.

વિવેક રંજન અગ્નિહોત્રી

કોરોના વાઇરસને કારણે એક પછી એક તમામ ફિલ્મો પોસ્ટપોન થઈ રહી છે. આ લિસ્ટમાં હવે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’નો પણ સમાવેશ થઈ ગયો છે. વિવેક રંજન અગ્નિહોત્રીની આ ફિલ્મ ૨૬ જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર અને પલ્લવી જોષીએ કામ કર્યું છે. આ ફિલ્મની સ્ટોરી કાશ્મીરી પંડિતના દૃષ્ટિકોણથી બનાવવામાં આવી છે. આ ફિલ્મને લઈને ઝી સ્ટુડિયો દ્વારા એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું હતું.

bollywood news