જ્યારે હ્રિતિકને 30, 000 છોકરીઓએ લગ્ન માટે કર્યું હતું પ્રપોઝ

25 September, 2019 05:04 PM IST  |  મુંબઈ

જ્યારે હ્રિતિકને 30, 000 છોકરીઓએ લગ્ન માટે કર્યું હતું પ્રપોઝ

હ્રિતિકને લગ્ન માટે આવ્યા હતા 3000 પ્રપોઝલ!

ફિલ્મ અભિનેતા હ્રિતિક રોશન હાલમાં ધ કપિલ શર્મા શોમાં આવ્યા અને તેના બોલીવુડ ડેબ્યૂ બાદ તેમને મળેલા દર્શકોના પ્રેમ વિશે વાત કરી. હ્રિતિકે કહ્યું કે 2000ની સાલમાં આવેલી ફિલ્મ હિટ થયા બાદ તેમને 30,000 છોકરીઓ પાસેથી લગ્નના પ્રસ્તાવ મળ્યા હતા. એ વર્ષે હ્રિતિક સુઝેન ખાન સાથે લગ્ન કરી લીધા હતા.

આ વાતની જાણકારી મુંબઈ મિરર અખબારે આપી છે. ફિલ્મ સાથે જ હ્રિતિક રોશન અને અમીષા પટેલ રાતો રાત સુપરસ્ટાર બની ગયા હતા.

ફિલ્મ કહો ના પ્યાર હૈને હાલમાં જ આઈફા અવૉર્ડ્સમાં છેલ્લા 20 વર્ષની સર્વશ્રેષ્ઠ બોલીવુડ ફિલ્મના રૂપમાં પણ પસંદ કરવામાં આવી. હ્રિતિક અને સુઝેને 2014માં છુટાછેડા લઈ લીધા હતા. પરંતુ તે પોતાના બાળકો રેહાન અને રિદાન સાથે જોવા મળે છે. રાકેશ રોશનની ફિલ્મ કહો ના પ્યાર હૈમાં હ્રિતિક રોશન ડબલ રોલમાં હતા અને તેમની સામે ફીમેલ લીડમાં અમીષા પટેલ હતા.


આ ફિલ્મ એ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ હતી અને ફિલ્મે કુલ 92 અવૉર્ડસ જીત્યા હતા. જે માટે તેના ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં પણ જગ્યાએ મળી હતી. હ્રિતિક અને અમીષાને આ ફિલ્મ માટે સર્વેશ્રેષ્ઠ અભિનેતાનો ડેબ્યૂ પુરરસ્કાર મળ્યો હતો. અને ફિલ્મફેરમાં તેને વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરવામાં આવી હતી. સાથે ડાયરેક્શન, ડાન્સ, મ્યુઝિક માટે અવૉર્ડ મળ્યા હતા.

આ પણ જુઓઃ આવી રીતે શૂટ થયું પાર્થ ભરત ઠક્કરનું 'ટીચકી', જુઓ તસવીરો

હ્રિતિક રોશન છેલ્લે વિકાસ બહલની ફિલ્મ સુપર 30માં નજર આવ્યા હતા. અને તેમની આગામી ફિલ્મ વૉર રિલીઝ થવા માટે તૈયાર છે. જેમાં તેની સાથે ટાઈગર શ્રોફ મહત્વની ભૂમિકામાં છે.

hrithik roshan the kapil sharma show