'ધ કપિલ શર્મા શૉ'માં સ્ટેજની પાછળ આ રીતે રહે છે કપિલ શર્મા, જુઓ વીડિયો

08 September, 2019 04:17 PM IST  |  મુંબઈ ડેસ્ક

'ધ કપિલ શર્મા શૉ'માં સ્ટેજની પાછળ આ રીતે રહે છે કપિલ શર્મા, જુઓ વીડિયો

કપિલ શર્મા શોનો બેકસ્ટેજ વીડિયો

સોની ટીવી પર આવતો પૉપ્યુલર શૉ 'ધ કપિલ શર્મા શો' એક લાફ્ટર ડેસ્ટિનેશન બની ગયું છે. સાથે જ કોઇપણ સ્ટાર માટે અપકમિંગ ફિલ્મને પ્રમોટ કરવાનું પ્લેટફોર્મ પણ છે. દર અઠવાડિયે શૉમાં ફિલ્મી હસ્તીઓ અહીં આવે છે અને કપિલ શર્મા શૉમાં મસ્તી કરે છે. પણ, શું તમે જાણો છો કે કપિલ શર્મા શૉના સ્ટેજ પર જેટલી મસ્તી થાય છે, તેટલી જ મસ્તી સેટની પાછળ પણ થતી હોય છે. આજે તમને બતાવીશું કે આખરે શૉના સેટની પાછળનો માહોલ કેવો હોય છે.

તાજેતરમાં જ કપિલ શર્માએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે અને અર્ચના પૂરણ સિંહ મજાક કરતાં જોવા મળે છે. દરમિયાન કપિલ શર્મા મેકઅપ રૂમમાં તૈયાર થતો હોય છે અને અર્ચના પૂરણ સિંહ પણ હોય છે. દરમિયાન કપિલના શર્ટની સ્લીવ ફોલ્ડ કરતી દેખાય છે અને અંદરોઅંદર મજાક કરે છે. આ વીડિયો જોયા પછી એ તો સ્પષ્ટ થઈ ગયું કે ફક્ત શૉ દરમિયાન જ નહીં પણ સ્ટેજ પાછળ પણ ધ કપિલ શર્મા શૉના મેમ્બર્સ મસ્તી મજાક કરતાં દેખાય છે.

જણાવીએ કે શનિવારે આવનારા એપિસોડમાં આ વખતે સની દેઓલના દીકરા અને ધર્મેન્દ્રના પૌત્ર કરણ દેઓલ પોતાની આગામી ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'ના પ્રમોશન માટે પહોંચ્યા હતા. પલ પલ દિલ કે પાસની સ્ટાર કાસ્ટ અને કપિલે શૉમાં ખૂબ જ મસ્તી કરી. આ શૉ સાથે જોડાયેલા કેટલાય વીડિયો કપિલ શર્માએ સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે.

આ પણ વાંચો : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો છે આગવો અંદાજ, જુઓ તસવીરો

શૉમાં સની દેઓલે પણ પોતાની ફિલ્મોના ડાયલૉગ બોલીને દર્શકોના મન જીતી લીધા અને ધર્મેન્દ્રએ પોતાની યાદો અને કિસ્સાઓ બધાં સાથે શૅર કર્યા છે. જણાવીએ કે સની દેઓલના દીકરા કરણ દેઓલ ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'થી બોલીવુડમાં ડેબ્યૂ કરે છે, આ ફિલ્મને સની દેઓલે ડાયરેક્ટ કરી છે.

the kapil sharma show kapil sharma archana puran singh television news dharmendra karan deol sunny deol bollywood bollywood news