શ્રદ્ધા બાગી 3 માટે ગાળ બોલતાં ફરહાદ સામજી પાસેથી શીખી હતી : અહમદ ખાન

29 February, 2020 04:08 PM IST  |  Mumbai

શ્રદ્ધા બાગી 3 માટે ગાળ બોલતાં ફરહાદ સામજી પાસેથી શીખી હતી : અહમદ ખાન

અહમદ ખાન

‘બાગી ૩’માં શ્રદ્ધા કપૂર ગાળ બોલતી જોવા મળશે અને એ બોલતાં તે ફિલ્મના રાઇટર ફરહાદ સામજી પાસે પાસેથી શીખી હતી. ‘બાગી ૩’માં શ્રદ્ધાની સાથે ટાઇગર શ્રોફ, રિતેશ દેશમુખ અને અંકિતા લોખંડેએ કામ કર્યું છે. આ ફિલ્મને ફરહાદ સામજીએ લખી છે તો અહમદ ખાને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મના પ્રમોશન માટે જ્યારે તેઓ સોની ટીવી પર આવતા ‘ધ કપિલ શર્મા શો’માં ગયાં હતાં ત્યારે આ વિશે અહમદ ખાને વાત કરી હતી. ટ્રેલરમાં પણ શ્રદ્ધાને ગાળ બોલતી દેખાડવામાં આવી છે, પરંતુ એમાં બીપ બોલી
રહી છે.

આ વિશે વધુ જણાવતાં અહમદ ખાને કહ્યું હતું કે ‘શૂટિંગના પહેલા દિવસે જ શ્રદ્ધા ગાળ કેવી રીતે બોલવી એ માટે પ્રૅક્ટિસ કરી રહી હતી, કારણ કે એ તેના પાત્રની ડિમાન્ડ હતી. મારી પત્ની શાયરાને સમજ નહોતી પડી રહી હતી કે શ્રદ્ધા આ શું કરી રહી છે કેમ કે તેને આ વિચિત્ર લાગી રહ્યું હતું. થોડો સમય પ્રૅક્ટિસ કરીને મારી પાસે આવ્યા બાદ શ્રદ્ધાએ કહ્યું હતું કે સર, મેરે સે વૈસી ગાલી નહીં આ રહી (ગાળ જેવી બોલવી જોઈએ એવી). ફિલ્મના રાઇટર ફરહાદ સામજીએ આગળ આવીને શ્રદ્ધાને મદદ કરી હતી અને ગાળ બોલવાનો રિધમ તેને શીખવ્યો હતો.’

આ સાંભળીને અર્ચના પૂરણસિંહે કહ્યું હતું કે શક્તિ કપૂર ગાળ બોલવામાં એકદમ માહિર છે.

shraddha kapoor tiger shroff riteish deshmukh ankita lokhande bollywood news baaghi