ગુલમર્ગની ફાયરિંગ રેન્જને વિદ્યાનું નામ આપીને ભારતીય સેનાએ તેને આપ્યું સન્માન

06 July, 2021 08:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિદ્યાની તાજેતરમાં રિલીઝ થયેલી ‘શેરની’ની સફળતાને જોતાં તેના માટે આ એક વધુ સિદ્ધિ સમાન છે. તદુપરાંત વિદ્યાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશેષ ખ્યાતિ મેળવી છે.

ગુલમર્ગની ફાયરિંગ રેન્જને વિદ્યા બાલનનું નામ આપીને ભારતીય સેનાએ તેને આપ્યું સન્માન

ભારતીય સેનાએ વિદ્યા બાલનને સન્માનિત કરતાં કાશ્મીરના ગુલમર્ગની એક ફાયરિંગ રેન્જને તેનું નામ આપ્યું છે. વિદ્યાની તાજેતરમાં રિલીઝ થયેલી ‘શેરની’ની સફળતાને જોતાં તેના માટે આ એક વધુ સિદ્ધિ સમાન છે. તદુપરાંત વિદ્યાએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિશેષ ખ્યાતિ મેળવી છે. તેને ઑસ્કર અવૉર્ડની ઍકૅડેમીના લિસ્ટમાં વોટિંગ કરવા માટે પણ સામેલ કરવામાં આવી છે. ઇન્ડિન આર્મીએ આયોજિત કરેલા ‘ગુલમર્ગ વિન્ટર ફેસ્ટિવલ’માં વિદ્યા બાલને પણ હાજરી આપી હતી. એ દરમ્યાન તેને સન્માનિત કરતાં ગુલમર્ગની એ મિલિટરી ફાયરિંગ રેન્જને ‘વિદ્યા બાલન ફાયરિંગ રેન્જ’ નામ આપવામાં 
આવ્યું છે. એ ખરેખર લોકો માટે પ્રેરણાદાયી બાબત છે. વિદ્યાએ ફિલ્મોની પસંદગી કરીને સ્ટિરિયોટાઇપ્સને તોડીને, નારી સશક્તિકરણ અને સામાજિક મુદ્દાઓને વાચા આપી છે. સાથે જ પોતાની ફિલ્મોના માધ્યમથી તેણે વિવિધ લોકહિતના સંદેશાઓ સમાજમાં આપ્યા છે. યુવાઓ માટે તે એક આદર્શ સાબિત થઈ છે. પોતાની ફિલ્મોના માધ્યમથી ભારતીય ફિલ્મના ઇતિહાસમાં વિદ્યા બ્રિલિયન્ટ ઍક્ટ્રેસમાં સામેલ થઈ છે. 

bollywood news bollywood bollywood gossips vidya balan