નેટ​ફ્લિક્સ માટે અનેક પ્રોજેક્ટ્સ લઈને આવશે રાજ અને ડીકે

08 August, 2022 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગન્સ ઍન્ડ ગુલાબ્સ’ની વાત કરીએ તો એની સ્ટોરી ૯૦ના દાયકાનાં પ્રેમ અને નિર્દોષતાને દેખાડે છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ, દુલકર સલમાન, આદર્શ ગૌરવ, ગુલશન દેવૈયા અને ટી. જે. ભાનુ લીડ રોલમાં છે

રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડી.કે.

ફિલ્મ મેકર્સ રાજ નિદીમોરુ અને ક્રિષ્ના ડીકે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટ​ફ્લિક્સ પર અનેક પ્રોજેક્ટ્સ લઈને આવવાના છે. તેમની ફિલ્મ ‘ગન્સ ઍન્ડ ગુલાબ્સ’ નેટ​ફ્લિક્સ પર રિલીઝ થવાની છે. ‘સ્ત્રી’ અને ‘ધ ફૅમિલી મૅન’ બનાવનારા આ ફિલ્મમેકર્સે નેટ​ફ્લિક્સ સાથે ઘણા પ્રોજેક્ટ્સની ડીલ સાઇન કરી છે. ‘ગન્સ ઍન્ડ ગુલાબ્સ’ની વાત કરીએ તો એની સ્ટોરી ૯૦ના દાયકાનાં પ્રેમ અને નિર્દોષતાને દેખાડે છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ, દુલકર સલમાન, આદર્શ ગૌરવ, ગુલશન દેવૈયા અને ટી. જે. ભાનુ લીડ રોલમાં છે. નેટ​ફ્લિક્સ સાથે હજી કામ કરવા માટે આતુર ફિલ્મમેકર્સ રાજ અને ક્રિષ્નાએ કહ્યું કે ‘ફિલ્મમેકિંગ અને ફિલ્મમેકર્સને ઉદાર હાથે, ભરપૂર સપોર્ટ આપનાર નેટ​ફ્લિક્સ અગત્યનું સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ છે. અમે તેમની સાથે ભવ્ય, અનોખી, વિવિધ પ્રકારની સ્ટોરીઝ અને અમારી જાતને પડકાર આપી શકે એવી સ્ટોરી કહેવા માટે એક્સાઇટેડ છીએ.’

entertainment news netflix raj nidimoru Web Series