અભિનેતા હોવાનો અનુભવ લેખક તરીકે કામ લાગે છે

03 March, 2021 12:07 PM IST  |  Ahmedabad | Nirali Dave

અભિનેતા હોવાનો અનુભવ લેખક તરીકે કામ લાગે છે

અભિનેતા હોવાનો અનુભવ લેખક તરીકે કામ લાગે છે

‘દેસ મેં નિકલા હોગા ચાંદ’, ‘કિસ દેસ મેં હૈ મેરા દિલ’ જેવી સિરિયલો અને ‘વીર-ઝારા’ ફિલ્મમાં અભિનય કરી ચૂકેલા રંજીવ વર્માએ રાઇટર તરીકે પણ નોંધનીય કામ કર્યું છે. વર્તમાનમાં લેખક તરીકે તેમના બે શો ‘છોટી સરદારની’ અને ‘તેરી મેરી ઇક જિન્દરી’ ઑન-ઍર છે અને બન્ને શોને લોકપ્રિયતા મળી છે. તેમણે રાઇટર તરીકે ‘ચૉક ઍન્ડ ડસ્ટર’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. પોતાની આ જર્ની વિશે રંજીવ વર્માએ જણાવ્યું કે ‘હું જ્યારે શરૂઆતમાં ટીવી-શો કરતો હતો ત્યારે પોતાના કૅરૅક્ટરનું ઇમ્પ્રોવાઇઝેશન કરતાં-કરતાં મને થયું કે મારામાં લેખક વૃત્તિ છે. એ પછી મેં ‘ચૉક ઍન્ડ ડસ્ટર’ (૨૦૧૬) ફિલ્મ લખી જેની સ્ક્રિપ્ટ જુહી ચાવલાને બહુ ગમી. હું હંમેશાં એવું માનું છું કે પોતાના શોખને પ્રોફેશન બનાવવું જોઈએ અને મેં પણ એ જ કર્યું.’ ઝીટીવીના શો ‘તેરી મેરી ઇક જિન્દરી’માં પણ આ જ વાત છે.
રંજીવ વર્માનું કહેવું છે કે તેમની વાર્તા ફૅમિલી, સંબંધો, પર્સનલ કૉન્ફ્લિક્ટ પર આધારિત છે અને એમાં પોતાના અનુભવો પણ છે. તેઓ કહે છે, ‘એક ઍક્ટર તરીકેનો અનુભવ મને લેખનમાં પણ કામ લાગે છે. જોકે ઍક્ટિંગ અને રાઇટિંગ બેમાંથી કોઈ એકની પસંદગી કરવામાં આવે તો હું રાઇટિંગ પસંદ કરીશ, કારણ કે ઍક્ટર તરીકે તમે એક જ પાત્ર ભજવતા હો છો, પણ રાઇટર તો દરેક પાત્ર સર્જે છે.’

bollywood bollywood news bollywood ssips