મનીષા કોઈરાલાના બર્થ ડે પર રિલીઝ થયું પ્રસ્થાનમનું નવું પોસ્ટર

16 August, 2019 01:50 PM IST  |  મુંબઈ

મનીષા કોઈરાલાના બર્થ ડે પર રિલીઝ થયું પ્રસ્થાનમનું નવું પોસ્ટર

મનીષા કોઈરાલાના બર્થ ડે પર રિલીઝ થયું પ્રસ્થાનમનું નવું પોસ્ટર


સંજય દત્ત પોતાની અપકમિંગ ફિલ્મ પ્રસ્થાનમના કારણે સમાચારોમાં છવાયેલા છે. પોતાના જ હોમ પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મનું વધુ એક પોસ્ટર રીલિઝ થયું છે. જેમાં જેકી શ્રૉફ, મનીષા કોઈરાલા, સત્યજીત દુબે અને અલી ફઝલનો પહેલો લૂક સામે આવ્યો છે. મનીષા કોઈરાલાના જન્મ દિવસ પર તેમના ચાહકો માટે આ સારી ભેટ છે. આ ફિલ્મ આ વર્ષે જ 20 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે.


ફિલ્મ પ્રસ્થાનમ એક પૉલિટિકલ ડ્રામ ફિલ્મ છે. જેનાથી સંજય એક  નિર્માતાના રૂપે ડેબ્યૂ કરી રહ્યા છે. ફિલ્મ 2010માં આવેલી તેલુગુ ફિલ્મ પ્રસ્થાનમની હિંદી રીમેક છે.

આ પણ જુઓઃ આવી છે તારક મહેતાના કલાકારોની રીઅલ લાઈફ ફેમિલી....

મહત્વનું છે કે આ પહેલા સંજય દત્ત ફિલ્મ કલંકમાં નજર આવ્યા હતા. જેમાં માધુરી દીક્ષિત, સોનાક્ષી સિન્હા, આલિયા ભટ્ટ, વરૂણ ધવન, આદિત્ય રૉય કપૂર અને કુણાલ ખેમૂ પણ નજર આવ્યા હતા.

sanjay dutt manyata dutt manisha koirala ali fazal