ક્લાસિક કહી શકાય એવા કૉમેડિયન્સ હવે ગાયબ થઈ ગયા છે : સતીશ કૌશિક

13 February, 2021 10:44 AM IST  |  Mumbai | Agency

ક્લાસિક કહી શકાય એવા કૉમેડિયન્સ હવે ગાયબ થઈ ગયા છે : સતીશ કૌશિક

સતીશ કૌશિક

ઍક્ટર-ફિલ્મમેકર સતીશ કૌશિકનું માનવું છે કે બૉલીવુડમાંથી હવે ઉત્તમ દરજ્જાના કૉમેડિયન્સ ગાયબ થઈ ગયા છે. તેઓ ‘કૉમેડી ઍન્ડ કૉમેડિયન્સ વિથ સતીશ કૌશિક’ નામનો એક શો લઈને આવવાના છે. આ શો તાતા સ્કાય ક્લાસિક સિનેમા પર ઑન-ઍર થવાનો છે. આ શોના માધ્યમથી તેઓ એવા ઉત્કૃષ્ટ કૉમેડિયન્સ જેવા કે ટુન ટુન, મેહમૂદ અને જૉની વૉકર સહિત અનેકની જર્ની વિશે ચર્ચા કરશે. સાથે જ વિસરાઈ ગયેલા એ કૉમેડિયન્સને યાદ કરવાની આ એક પહેલ રહેશે. કૉમેડિયન્સ વિશે પોતાના અભિપ્રાય વ્યક્ત કરતાં કૉમેડી સતીશ કૌશિકે કહ્યું હતું કે ‘મેઇન સ્ટ્રીમ ઍક્ટર્સ જ્યારથી સિલ્વર સ્ક્રીન પર કૉમેડી કરવા માંડ્યા છે ત્યારથી ક્લાસિક કહી શકાય એવા કૉમેડિયન્સ બૉલીવુડમાંથી ગાયબ થઈ ગયા છે. નિષ્ઠાવાન કલાકારો અને ભારતીય સિનેમામાં આપેલા તેમના યોગદાનને સમયની સાથે ભૂલવામાં આવી રહ્યા છે. મારા આ નવા શોના માધ્યમથી હું એ બધા ઍક્ટર્સને ફરીથી જીવંત કરવાનો છું. સાથે જ એમાંથી કેટલાક સાથેના મારા કામનો અનુભવ પણ શૅર કરીશ.’

satish kaushik bollywood bollywood news