તેલુગૂ એક્ટર જયપ્રકાશ રેડ્ડીનું 73ની વયે નિધન

08 September, 2020 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

તેલુગૂ એક્ટર જયપ્રકાશ રેડ્ડીનું 73ની વયે નિધન

જયપ્રકાશ રેડ્ડીનું નિધન

ટોલીવુડ (Tollywood actor)એક્ટર જયપ્રકાશ (Jaya Prakash Reddy)રેડ્ડીનું આજે સવારે હાર્ટ અટેકને કારણે નિધન થઈ ગયું છે. જયપ્રકાશ (jaya Prakash) 73 વર્ષના હતા. તેમણે કૉમેડી રોલ્સથી ફિલ્મજગતમાં પોતાની એક આગવી ઓળખ બનાવી હતી. તેમણે પોતાના કરિઅરની શરૂઆત ફિલ્મ 'બ્રહ્માપુત્રુદૂ' દ્વારા કરી હતી. જયપ્રકાશને ઇન્ડસ્ટ્રીમાં જેપીના નામે બોલાવવામાં આવે છે. જયપ્રકાશ રેડ્ડીએ બ્લૉકબસ્ટર ફિલ્મ 'જયામ માનેદે રા ઔર ચેન્નાકેશવ રેડ્ડી'માં પોતાના અભિનયથી લાખો ચાહકોમાં પોતાની લોકપ્રિયતા મેળવી.

પરિવારજનોએ જણાવ્યું કે સવારના સમયે જ્યારે જયપ્રકાશ રેડ્ડી બાથરૂમમાં હતા, ત્યારે તેમને હાર્ટ અટેક આવ્યો અને તે બાથરૂમમાં પડી ગયા. એ પહેલા કે પરિવારના સભ્યો તેમને હૉસ્પિટલ લઈ જઈ શકે, જયપ્રકાશ રેડ્ડીએ વિશ્વને અલવિદા કહી દીધું હતું. જયપ્રકાશ રેડ્ડીના નિધનથી ઇન્ડસ્ટ્રીમાં શોક છવાયેલો છે. ચાહકો અને સેલેબ્સ પોસ્ટ દ્વારા તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

તેલુગૂ દેશમ પાર્ટીના પ્રમુખ એન ચંદ્રબાબૂ નાયડૂએ પણ રેડ્ડીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એન ચંદ્રબાબૂ નાયડૂએ ટ્વીટ કરીને લખ્યું, "તેલુગૂ સિનેમા અને થિયેટર જયપ્રકાશ રેડ્ડીના નિધન થકી આજે એક અનમોલ રત્ન ખોઈ દીધું છે. ઘણાં દાયકાઓમાં તેમની બહુમુખી પ્રતિભાએ આપણને અનેક સિનેમાની ક્ષણો આપી છે. દુઃખના આ સમયમાં તેમના પરિવાર અને મિત્રો સાથે છીએ."

આ પહેલા ફિલ્મ સમીક્ષક રમેશ બાલાએ ટ્વીટ કરીને જયપ્રકાશ રેડ્ડીના નિધનના સામાચાર આપ્યા હતા. રમેશ બાલાએ ટ્વીટ કરીને લખ્યું કે, "પૉપ્યુલર એક્ટર જયપ્રકાશ રેડ્ડીનું કાર્ડિએક અરેસ્ટને કારણે નિધન થયું છે. તે 73 વર્ષના હતા." જણાવવાનું કે જયપ્રકાશ રેડ્ડીએ પ્રેમિંચુકુંદદામ રા, સમરસિંહા રેડ્ડી, જયમ મનદેરા, ચેન્નેકશવરેડ્ડી, સીતય્યા, છત્રપતિ, ગબ્બરસિંગ, નાયક, રેસુગુર્રમ, મનમ, ટેમ્પર, સરૈનોડુ જેવી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યું છે પણ તેમને ખરી ઓળખ બાલકૃષ્ણની ફિલ્મ 'સમરસિમ્હા રેડ્ડી' દ્વારા મળી હતી.

entertainment news bollywood bollywood news bollywood gossips