ફિલ્મ 'ગલી બોય'નું ટિઝર થયું રિલીઝ

04 January, 2019 04:04 PM IST  | 

ફિલ્મ 'ગલી બોય'નું ટિઝર થયું રિલીઝ

'ગલી બોય'નુ ટિઝર થયું રિલીઝ

બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ 'ગલી બોય' તેના ફર્સ્ટ લૂક સાથે જ હેડલાઇન્સમાં છે. હાલમાં જ પ્રોડ્યુસર્સે ફિલ્મના ત્રણ પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા, જેમાં રણવીર અને આલિયા ખાસ લૂકમાં નજર આવી રહ્યાં છે. પોસ્ટર સાથે ઉત્સુક્તા વધારવા માટે હવે ફિલ્મના પ્રોડ્યુસર્સે ફિલ્મનું ટ્રેલર સોશિયલ મીડિયા પર રિલીઝ કર્યું છે. જેમાં 9 જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહેલા ફિલ્મના ટ્રેલર વિશે માહિતી આપવામાં આવી છે.

એક્સેલ મૂવીઝે તેના યૂ-ટ્યુબ ચેનલ પર વીડિયો શેર કર્યો હતો. આ મ્યુઝિક વીડિયોમાં રણવીર સિંહ હિપ હોપ સોન્ગ ગાતા નજરમાં આવી રહ્યો છે. હિપ-હૉપ નામથી રિલીઝ થયેલા આ મ્યુઝિક વીડિયોને રણવીરે પોતે ગાયું છે જેને તેના ફેન્સ અને સોશિયલ મીડિયા દ્વારા ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે.

 

 

 આ પહેલા રિલીઝ થયેલા ફિલ્મના પોસ્ટર સાથે આપેલા કેપ્શન,'ગલી બૉય- અપના ટાઈમ આયેગા'ને લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મના પ્રોડ્યુસર તરફથી પહેલા રણવીરનો સોલો પોસ્ટર અને પછી આલિયા ભટ્ટ અને રણવીર બન્ને સાથે હોય તેવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના એક પોસ્ટરમાં રણવીર સિંહ હૂડ પહેરેલો નજરમાં આવે છે તો બીજી તરફ તે આલિયા ભટ્ટ સાથે ઇયરફોનમાં કઈક સાંભળતો નજરમાં આવી રહ્યો છે.

આ એક મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ છે જેને જોવા પ્રશંસકો આતુર છે. ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને કલ્કી કોચલિન પણ મુખ્ય ભૂમિકામાં નજરમાં આવશે. એક્સેલ એંટરટેનમેન્ટ અને ટાઈગર બેબી દ્રારા પ્રોડ્યુસ્ડ , જોયા અખ્તર દ્વારા ડિરેક્ટેડ 'ગલી બોય' 14 ફેબ્રુઆરી 2019ના રિલીઝ થવા તૈયાર છે.

ranveer singh alia bhatt excel entertainment