03 June, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘પરમ સુંદરી’નું ટીઝર લૉન્ચ
સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્નવી કપૂરની આગામી ફિલ્મ ‘પરમ સુંદરી’નું ટીઝર લૉન્ચ થયું છે. આ ટીઝરમાં લીડ ઍક્ટર્સ અને સોનુ નિગમના અવાજને લોકો પસંદ કરી રહ્યા છે તો કેટલાક યુઝર આ ટીઝરની સરખામણી શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની લોકપ્રિય ફિલ્મ ‘ચેન્નઈ એક્સપ્રેસ’ સાથે કરીને એને ‘ચેન્નઈ એક્સપ્રેસ 2.0’ ગણાવી રહ્યા છે.
‘પરમ સુંદરી’ની સ્ટોરી ઉત્તર અને દક્ષિણ ભારતીય સંસ્કૃતિના મિલનની થીમ પર આધારિત છે જે ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના પ્લૉટ સાથે ઘણું સામ્ય ધરાવે છે. આ ઉપરાંત, જાહ્નવીનો દક્ષિણ ભારતીય લુક દીપિકા પાદુકોણના ‘ચેન્નઈ એક્સપ્રેસ’ના દેખાવ સાથે પણ મૅચ થાય છે.