સની દેઓલના દીકરા કરણની ડેબ્યૂ ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'નું ટીઝર રીલિઝ

05 August, 2019 01:10 PM IST  |  મુંબઈ

સની દેઓલના દીકરા કરણની ડેબ્યૂ ફિલ્મ 'પલ પલ દિલ કે પાસ'નું ટીઝર રીલિઝ

કરણ દેઓલની ડેબ્યૂ ફિલ્મનું ટીઝર રીલિઝ

દેઓલ પરિવારની ત્રીજી પેઢીએ બોલીવુડમાં પગરણ માંડ્યા છે. સની દેઓલના દીકરા અને ધર્મેન્દ્રના પૌત્ર કરણ દેઓલની ડેબ્યૂ ફિલ્મ પલ પલ દિલ કે પાસનું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું છે. જેમાં કરણ રોમાન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે.

દીકરાના ડેબ્યૂને લઈને સની ખૂબ જ સતર્ક છે. એટલે જ જેની ડેબ્યૂ ફિલ્મને કોઈ બીજાના હાથમાં સોંપવા કરતા સનીએ પોતે ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં કરણની સાથે સહર બામ્બા પણ બોલીવુડમાં પોતાની ઈનિંગની શરૂઆત કરી રહી છે. ટીઝરની શરૂઆત હિમાલયની વાદીઓથી થાય છે. એડવેન્ચર સ્પોર્ટ્સના દ્રશ્યો વચ્ચે કરણની એન્ટ્રી થાય છે. દેઓલ પરિવારના સભ્યો સામાન્ય રીતે એક્શન ફિલ્મો માટે જાણીતા છે. બોબી દેઓલને છોડી દઈએ તો ધર્મેન્દ્ર અને સનીની ઈમેજ એક્શન સ્ટાર્સની રહી છે.


પલ પલ દિલ કે પાસમાં કરણની એક્શન સાઈડને હજી સુધી રીવિલ નથી કરવામાં આવી. તેમને એક એડવેન્ચર પસંદ રોમેન્ટિક યુવાન તરીકે રજૂ કરવામાં આવ્યા છે. ટીઝરથી કરણની એક્ટિંગ સ્કીલ્સનો તો અંદાજ નથી આવતો પરંતુ લાગે છે કે તે કેમેરા ફ્રેન્ડલી છે. સહર પડદા પર ફ્રેશનેસ લાવે છે.

આ પણ જુઓઃ 'હમ આપકે હૈ કૌન'ના 25 વર્ષ, જાણો આજકાલ શું કરે છે ફિલ્મના કલાકારો

પલ પલ દિલ કે પાસ 20 સપ્ટેમ્બરે રીલિઝ થઈ રહી છે. પહેલા ફિલ્મ 19 જુલાઈએ આવવાની હતી, પરંતુ સની દેઓલ લોકસભા ચૂંટણીમાં ઉતરવાનો હોવાથી ફિલ્મ થોડા સમય માટે ટળી ગઈ. ફિલ્મનું ટાઈટલ ધર્મેન્દ્રની હિટ ફિલ્મના ગીત પરથી લેવામાં આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ હિમાચલ પ્રદેશમાં કરવામાં આવ્યું છે.

karan deol sunny deol