‘અપૂર્વા’નું શૂટિંગ પૂરું કર્યું તારા સુતરિયાએ

31 December, 2022 03:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તારા સુતરિયાએ તેની આગામી ફિલ્મ ‘અપૂર્વા’નું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે ધૈર્ય કરવા કામ કરી રહ્યો છે.

તારા સુતરિયા

તારા સુતરિયાએ તેની આગામી ફિલ્મ ‘અપૂર્વાનું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં તેની સાથે ધૈર્ય કરવા કામ કરી રહ્યો છે. નિખિલ નાગેશ ભટ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મની 
સ્ટોરી એક છોકરીની આસપાસ ફરે છે જે કેવી રીતે એક રાતે પોતાનો જીવ બચાવે છે એ વિશે છે. આ ફિલ્મમાં અભિષેક બૅનરજી અને રાજપાલ યાદવ પણ મહત્ત્વના રોલમાં છે. સિને1 સ્ટુડિયોઝ દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી છે. તેમણે ફોટો શૅર કરતાં કૅપ્શન આપી હતી કે ‘ટીમવર્ક બેસ્ટ વર્ક છે. ૨૦૨૨નો અંત અમે ખૂબ જ સારી રીતે કર્યો છે, કારણ કે અમારી ‘અપૂર્વા’નું શૂટિંગ પૂરું થયું છે.’

bollywood news Tara Sutaria entertainment news