તાપસી પન્નુ હોકી પ્લેયર બાદ હવે ક્રિકેટર બનશે

03 July, 2019 07:15 PM IST  | 

તાપસી પન્નુ હોકી પ્લેયર બાદ હવે ક્રિકેટર બનશે

ક્રિકેટર બનશે તાપસી

બોલીવુડમાં જાણીતા ખેલાડીઓ પર ફિલ્મ બની ચૂકી છે. એવામાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ સુકાની મિતાલી રાજની બાયોપિક વધુ ચર્ચામાં છે. માનવામાં આવી રહ્યું હતું કે, મિતાલી રાજનું કેરેક્ટર દમદાર એક્ટ્રેસ દ્વારા નિભવવામાં આવી રહ્યું છે. જો કે સૂત્રો અનુસાર મિતાલી રાજની બાયોપિકમાં તાપસી પન્નૂ જોવા મળી શકે છે.

મુંબઈ મિરરના એક રિપોર્ટ અનુસાર મિતાલી રાજની ભૂમિકા માટે તાપસી પન્નૂને પસંદ કરવામાં આવી છે. હાલ એક્ટ્રેસની પસંદગીને લઈને કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મના ડિરેક્ટરનું સિલેક્શન પણ હજુ કરવામાં આવ્યું નથી. હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. આ પહેલા એક ઈન્ટરવ્યૂમાં મિતાલી રાજની બાયોપિકને લઈને પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા તાપસીએ કહ્યું હતું કે, જો તેમને આવી કોઈ પણ ઓફર મળશે તો તે ખુશી-ખુશી ઓફરનો સ્વીકાર કરશે.

આ પણ વાંચો: ઝોયા અખ્તરને ઓસ્કર એકેડમીની આ સમિતિમાં સભ્ય તરીકે આમંત્રણ

તાપસીએ સ્પષ્ટ કહ્યું હતુ કે, તે સ્પોર્ટ્સ બાયોપિકમાં કામ કરવા ઈચ્છે છે. ઉલ્લેખનીય છે કે, તાપસી પન્નૂ આ પહેલા ફિલ્મ સૂરમામાં સ્પોર્ટ્સ પ્લેયર એટલે કે હોકી પ્લેયરની ભૂમિકા નિભાવી ચૂકી છે. આ ફિલ્મમાં તાપસી પન્નુ દિલજીત દૌસાંદ જોવા મળી હતી. ફિલ્મ સૂરમા ખાસ કમાલ કરી શકી હતી નહી જો કે તાપસીની એક્ટિંગના ઘણા વખાણ થયા હતા. હાલ તાપસી તેની આગામી ફિલ્મ ગેમ ઓવરની તૈયારીને લઈને વ્યસ્ત છે. મિતાલી રાજની બાયોપિકમાં તાપસીનો રોલ ધમાકેદાર રહેશે તેવુ માનવામાં આવી રહ્યું છે.

taapsee pannu bollywood gossips mithali raj gujarati mid-day