08 July, 2019 10:50 AM IST |
તનુશ્રી દત્તા - નાના પાટેકર
તનુશ્રી દત્તા હવે નાના પાટેકરને મળેલી ક્લીન ચિટની વિરુદ્ધમાં પ્રોટેસ્ટ પિટિશન દાખલ કરવાની છે. દસ વર્ષ પહેલાં ફિલ્મ ‘હૉર્ન ઓકે પ્લીઝ’ના શૂટિંગ દરમ્યાન સેટ પર નાના પાટેકર દ્વારા તેને હૅરૅસ કરવામાં આવી હતી એવો ખુલાસો કરતાં તનુશ્રીએ ૨૦૧૮માં નાના પાટેકર પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના આરોપો લગાડ્યા હતા. ત્યાર બાદથી #MeeToo કૅમ્પેનને વાચા મળી હતી. તનુશ્રીએ આ મામલાની ફરિયાદ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં કરી હતી.
આ પણ વાંચો : વીક-એન્ડને લઈને ખૂબ જ એક્સાઇટેડ ભૂમિ પેડણેકર
આ કેસમાં નાનાને થોડા સમય પહેલાં જ ક્લીન ચિટ મળી હતી. અંધેરીની રેલવે મોબાઇલ કૉર્ટમાં તાજેતરમાં તનુશ્રીનું પ્રતિનિધિત્વ કરતાં તેના વકીલ નીતિન સાતપુતે અને તેની લીગલ ટીમ હાજર હતી. જોકે ઓશિવરા પોલીસ સ્ટેશનનો એક પણ અધિકારી હાજર નહોતો. એથી આ મામલાની સુનાવણી હવે ૭ સપ્ટેમ્બરે થવાની છે.