યાદશક્તિ ખોઈ બેસવાનો ડર છે તમન્ના ભાટિયાને

06 July, 2022 01:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમન્ના ભાટિયાનો સૌથી મોટો ડર છે કે તે તેની યાદશક્તિ ખોઈ બેસશે. તેની તેલુગુ ફિલ્મ ‘F3’ હાલમાં જ હિટ રહી છે.

તમન્ના ભાટિયા

તમન્ના ભાટિયાનો સૌથી મોટો ડર છે કે તે તેની યાદશક્તિ ખોઈ બેસશે. તેની તેલુગુ ફિલ્મ ‘F3’ હાલમાં જ હિટ રહી છે. તમન્ના હાલમાં મુંબઈમાં શૂટિંગ કરી રહી છે. આ દરમ્યાન તેને સમય મળતાં તેણે ટ્વિટર પર તેના ચાહકો સાથે વાતચીત કરી હતી. આ દરમ્યાન તેના સૌથી મોટા ડર વિશે પૂછવામાં આવતાં તમન્નાએ કહ્યું હતું કે ‘મારી યાદશક્તિ ખોવી. ખૂબ જ ડરામણું છે આ.’
તમન્નાએ આ સિવાય પણ તેના ચાહકોના ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. એક ચાહકે તેને પૂછ્યું હતું કે તેનું ફેવરિટ ફિક્શન પાત્ર કયું છે? એના જવાબમાં તમન્નાએ કહ્યું હતું કે એ શેરલોક હોમ્સ છે.

bollywood news tamannaah bhatia