માસ્ક વગર મરીન ડ્રાઈવ પર ફરતા સૈફ અને તૈમૂરને લોકોએ કર્યા ટ્રોલ

08 June, 2020 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

માસ્ક વગર મરીન ડ્રાઈવ પર ફરતા સૈફ અને તૈમૂરને લોકોએ કર્યા ટ્રોલ

તસવીર સૌજન્ય: વિરલ ભાયાણી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

કોરોના વાયરસ (COVID-19)ના આંકડઓ પર નજર કરીએ તો દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં મહારાષ્ટ્રના આંકડા બહુ ચિંતાજનક છે. છતા લૉકડાઉનમાં છુટછાટ મળતા બધા જ ઘરની બહાર નીકળવા લાગ્યા છે અને સેલેબ્ઝ પણ તેમાંથી બાકાત નથી. અન્ય સેલિબ્રિટીની જેમ સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન પણ દીકરા તૈમૂરને લઈને મરીન ડ્રાઈવ પર ફરવા નીકળ્યાં હતા. આઉટિંગ દરમ્યાન સૈફ અને તૈમૂરે માસ્ક નહોતા પહેર્યા એટલે સોશ્યલ મીડિયા પર તેમને બહુ જ ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

તાજેતરમાં પાપારાઝી વિરલ ભાયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કરીના, સૈફ અને તૈમૂરના મરીન ડ્રાઈવ પર ફરતા વીડિયો અને ફોટો શૅર કર્યા છે. જેમાં કેટલીક તસવીરોમાં સૈફ માસ્ક પહેર્યા વગર દેખાય છે તો કેટલીક તસવીરોમાં તૈમૂરે માસ્ક નથી પહેર્યું.

આવું બેદરકારી ભર્યું વલણ જોઈને યુર્ઝસ ભડકી ગયા છે અને સૈફ તેમજ તૈમૂરને ટ્રોલ કરી રહ્યાં છે. એક યૂર્ઝસે કમેન્ટ કરતા લખ્યું હતું કે, 'સેલિબ્રિટી માટે માસ્ક કરતા સનગ્લાસ પ્રાથમિકતા છે'. તો અન્ય એક યુઝરે કમેન્ટ કરી હતી કે, 'આશ્ચર્યની વાત એ છે કે સૈફ જેવા શિક્ષિત અને સંવેદનશીલ માણસ માસ્ક ન પહેરવા જેટલા બેદરકાર હોઈ શકે છે.'

 

તૈમૂરને આવી પરિસ્થિતિમાં શા માટે બહાર લઈ ગયા તેવા સવાલો પણ અનેક યુર્ઝસે કર્યા હતા. કમેન્ટ્સમાં લોકોએ લખ્યું હતું કે, 'તૈમૂરે શા માટે માસ્ક નથી પહેર્યું? આ બહુ બેદરકારી કહેવાય.' તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, 'નાના બાળકને બાહર લઈ જાય છે અને એ પણ માસ્ક વગર! શું જરૂર છે એવી? જ્યારે દિવસના દરરોજ 1000 કરતા વધુ કેસ નોંધાય છે ત્યારે તો આપણે સજાગ થવું જ જોઈએ.'

કેટલાક યુર્ઝસે કહ્યું હતું કે, 'આમને જોઈને લાગે છે કે મુંબઈ કોરોના મુક્ત થઈ ગયું છે'. તો કોઈકે કહ્યું હતું કે, 'શું સેલિબ્રિટીને કોરોના નથી થતો?!'

coronavirus covid19 lockdown entertainment news bollywood bollywood news bollywood gossips marine drive saif ali khan kareena kapoor taimur ali khan