મમ્મી કરીનાને એક્સરસાઇઝ કરતાં આ રીતે જોઈ રહ્યો તૈમૂર, વીડિયો વાયરલ

01 September, 2019 02:45 PM IST  |  મુંબઈ ડેસ્ક

મમ્મી કરીનાને એક્સરસાઇઝ કરતાં આ રીતે જોઈ રહ્યો તૈમૂર, વીડિયો વાયરલ

કરીના કપૂરને આ રીતે જોઈ રહ્યો છે બાળક તૈમૂર

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર પોતાની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે. તેની માટે કરીના નિયમિત જિમ જાય છે અને એક્સરસાઇઝ કરે છે. તાજેતરમાં જ અભિનેત્રીનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી એક્સરસાઇઝ કરતી જોવા મળે છે અને તેની બાજુમાં બેઠેલો તૈમૂર અલી ખાન મમ્મી કરીના કપૂરને એક્સરસાઇઝ કરતાં જુએ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતો આ વીડિયોને કરીના કપૂર ફેન ક્લબે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કર્યો છે. આ વીડિયો શેર કરતાં ફેન ક્લબે લખ્યું છે કે, પ્રિન્સ તૈમૂર મમ્મીને એક્સરસાઇઝ કરતાં જુએ છે. અભિનેત્રીના આ વીડિયો પર તેના ચાહકો પણ ઘણી કોમેન્ટ્સ કરી રહ્યા છે.

જુઓ વીડિયો : 

તાજેતરમાં જ કરીના કપૂરે લેક્મે ફેશન વીકના ગ્રાન્ડ ફિનાલેમાં રેમ્પ પર વૉક કર્યું હતું. આ શોની થીમ હતી, ફ્રી યૉર લિપ્સ, જેનો અર્થ થાય છે અભિવ્યક્તિની આઝાદી. દરમિયાન કરીના કપૂરે બ્લેક કલરનો ગાઉન પહેર્યો હતો. સાથે જ આ ડ્રેસમાં કરીના ખૂબ જ સુંદર દેખાતી હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન કરીનાએ પોતાના કૉન્ફિડેન્સનો ભેદ પણ જણાવ્યો. કરીના કપૂરે કહ્યું કે તેનો પોતાના પરનો વિશ્વાસ જ તેના આત્મવિશ્વાસમાં વધારો કરે છે.

આ પણ વાંચો : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો

વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી કરીના કપૂર ટૂંક સમયમાં જ ફિલ્મ અંગ્રેજી મીડિયમ અને ગુડ ન્યૂઝમાં જોવા મળશે. જ્યાં એક તરફ અંગ્રેજી મીડિયમમાં તે બોલીવુડ અભિનેતા ઇરફાન ખાન સાથે દેખાશે તો બીજી તરફ ગુડ ન્યૂઝમાં દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મો સિવાય અભિનેત્રીએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનો ડેબ્યૂ કર્યો છે. કરીના ડાન્સ રિયાલિટી શો 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ'માં જજ કરતી જોવા મળે છે.

kareena kapoor taimur ali khan bollywood bollywood events bollywood gossips bollywood news