દરેક બાબત પર પોતાના વિચાર રજૂ કરવા મારા માટે જરૂરી નથી: તબુ

11 May, 2019 09:02 AM IST  |  મુંબઈ

દરેક બાબત પર પોતાના વિચાર રજૂ કરવા મારા માટે જરૂરી નથી: તબુ

તબુ (File Photo)

તબુ માને છે કે દરેક વિષય પર પોતાના વિચારો રજૂ કરવા તેને જરૂરી નથી લાગતું. સાથે જ તેનું એમ પણ કહેવું છે કે તેનો મૂડ હોય તો તે પોતાના વિશે મુક્ત મને માહિતી પણ આપે છે. આ સંદર્ભે વધુ જણાવતાં તબુએ કહ્યું હતું કે ‘મારા મતે આ જ મારો સ્વભાવ છે. મને નથી લાગતું કે હું કોઈ ચોક્કસ વિષય પર મારા વિચારો જણાવું. હું એ નથી. હું સોશ્યલ મીડિયાની વિરોધમાં પણ નથી. જે લોકો એનો ઉપયોગ કરે છે તેમની હું પ્રશંસા કરું છું. જોકે હું એનો ઉપયોગ નથી કરી શકતી. મને ફોટોઝ પણ ગમે છે. મારી જાત વિશે હું શું બોલું? લોકો મારા વિશે શું જાણવા માગે છે? જો હું મૂડમાં હોઉં તો હું મારા વિશે બધું જ જણાવી દઉં છું. પરંતુ આવું હંમેશાં નથી થતું. હું બાળપણથી જ આવી છું. હું ૧૯ વર્ષની થઈ ત્યારથી મેં લોકો સાથે બોલવાનું શરૂ કર્યું હતું. હવે મારા પ્રોફેશનને કારણે મારી પાસે બીજો કોઈ ઑપ્શન નથી લોકો સાથે કનેક્ટ થવા સિવાય. જોકે એને હું એન્જૉય પણ કરું છું. હું સરળતાથી મારી જાતને એક્સપ્રેસ નથી કરતી.’

આ પણ વાંચોઃ આ ગુજરાતી ગાયકોએ બોલીવુડને બનાવ્યું છે વધારે સૂરીલું

હું એક અદ્ભુત અનુભવ મેળવવા માગું છું. હું એવું કામ કરવા માગું છું જેમાં હું ઓતપ્રોત થઈ જાઉં. મારામાં એક ઇચ્છા અને આકાંક્ષા છે કે હું સારું કામ કરું. જો સારું કામ મળે તો તમે એનાથી આકર્ષિત થશો. સાથે જ તમે આગળ વધતાં રહેશો. આ એક પ્રકારના ચેઇન રીઍકશન જેવું છે
- તબુ

entertaintment tabu bollywood