આ ગુજરાતી ગાયકોએ બોલીવુડને બનાવ્યું છે વધારે સૂરીલું

Published: May 10, 2019, 09:59 IST | Falguni Lakhani
 • અલકા યાજ્ઞિક બોલીવુડના મોસ્ટ મેલોડિયસ સિંગર્સમાંથી એક એટલે અલકા યાજ્ઞિક. બહુ ઓછા લોકો જાણે છે કે અલકા યાજ્ઞિક મૂળ ગુજરાતી છે. કોલકાતાના ગુજરાતી પરિવારમાં અલકાનો જન્મ થયો હતો.

  અલકા યાજ્ઞિક
  બોલીવુડના મોસ્ટ મેલોડિયસ સિંગર્સમાંથી એક એટલે અલકા યાજ્ઞિક. બહુ ઓછા લોકો જાણે છે કે અલકા યાજ્ઞિક મૂળ ગુજરાતી છે. કોલકાતાના ગુજરાતી પરિવારમાં અલકાનો જન્મ થયો હતો.

  1/16
 • અલકા યાજ્ઞિકે શાસ્ત્રીય સંગીતની તાલિમ લીધી છે. તેઓ એવા ગાયિકા છે જેમણે કલ્યાણજી-આણંદજી, રાહુલ દેવ બર્મન, લક્ષ્મીકાંત પ્યારેલાલ, એ. આર.રહેમાનથી લઈને શંકર-અહેસાન-લૉય સુધીના સંગીતકારો સાથે કામ કર્યું છે.

  અલકા યાજ્ઞિકે શાસ્ત્રીય સંગીતની તાલિમ લીધી છે. તેઓ એવા ગાયિકા છે જેમણે કલ્યાણજી-આણંદજી, રાહુલ દેવ બર્મન, લક્ષ્મીકાંત પ્યારેલાલ, એ. આર.રહેમાનથી લઈને શંકર-અહેસાન-લૉય સુધીના સંગીતકારો સાથે કામ કર્યું છે.

  2/16
 • અમિત ત્રિવેદી સિંગર, મ્યુઝિક કંપોઝર, લિરિસિસ્ટ...ઈન શોર્ટ ઑલ ઈન વન એટલે આપણા અમિત ત્રિવેદી. ગુજરાતી થિએટરથી અમિત ત્રિવેદીએ મ્યુઝિક આપવાની શરૂઆત કરી અને આજે તેમની ગણતરી ઈન્ડસ્ટ્રીના ટેલેન્ટેડ કંપોઝર્સમાં થાય છે.

  અમિત ત્રિવેદી
  સિંગર, મ્યુઝિક કંપોઝર, લિરિસિસ્ટ...ઈન શોર્ટ ઑલ ઈન વન એટલે આપણા અમિત ત્રિવેદી. ગુજરાતી થિએટરથી અમિત ત્રિવેદીએ મ્યુઝિક આપવાની શરૂઆત કરી અને આજે તેમની ગણતરી ઈન્ડસ્ટ્રીના ટેલેન્ટેડ કંપોઝર્સમાં થાય છે.

  3/16
 • અમિત ત્રિવેદીનો જન્મ બાંદ્રામાં ગુજરાતી પરિવારમાં થયો હતો. મૂળ તેઓ અમદાવાદના છે. અમિત ત્રિવેદીએ ક્વીન, ઉડાન, બોમ્બે વેલ્વેટ, કેદારનાથ, અંધાધુન, ફિતૂર, ડિઅર ઝિંદગી જેવી હિટ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. અમિત ત્રિવેદીને નેશનલ અવૉર્ડ પણ મળી ચુક્યો છે.

  અમિત ત્રિવેદીનો જન્મ બાંદ્રામાં ગુજરાતી પરિવારમાં થયો હતો. મૂળ તેઓ અમદાવાદના છે. અમિત ત્રિવેદીએ ક્વીન, ઉડાન, બોમ્બે વેલ્વેટ, કેદારનાથ, અંધાધુન, ફિતૂર, ડિઅર ઝિંદગી જેવી હિટ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. અમિત ત્રિવેદીને નેશનલ અવૉર્ડ પણ મળી ચુક્યો છે.

  4/16
 • ભૂમિ ત્રિવેદી આમ તો ભૂમિને કોઈ ઓળખની જરૂર નથી. પરંતુ, રામ લીલાના ટાઈટલ સોંગથી ભૂમિએ પોતાનો અલગ ચાહક વર્ગ ઉભો કર્યો છે. ધ્વનિ મૂળ સંસ્કારી નગરી વડોદરાની છે.

  ભૂમિ ત્રિવેદી
  આમ તો ભૂમિને કોઈ ઓળખની જરૂર નથી. પરંતુ, રામ લીલાના ટાઈટલ સોંગથી ભૂમિએ પોતાનો અલગ ચાહક વર્ગ ઉભો કર્યો છે. ધ્વનિ મૂળ સંસ્કારી નગરી વડોદરાની છે.

  5/16
 • ભૂમિ ઈન્ડિયન આઈડલ-5ની રનર અપ ચુકી છે. અને તે બાદ ભૂમિએ પાછું વળીને નથી જોયું. ભૂમિએ આજે બોલીવુડમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે.

  ભૂમિ ઈન્ડિયન આઈડલ-5ની રનર અપ ચુકી છે. અને તે બાદ ભૂમિએ પાછું વળીને નથી જોયું. ભૂમિએ આજે બોલીવુડમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે.

  6/16
 • હિમેશ રેશમિયા આ ગુજ્જુને તો કોણ ભૂલી શકે? 2006માં આવેલા હિમેશના આલ્બમ ધૂમ મચાવી હતી. હિમેશે પોતાની યુનિક સિંગિગ સ્ટાઈલથી આગવો ચાહક વર્ગ ઉભો કર્યો છે.

  હિમેશ રેશમિયા
  આ ગુજ્જુને તો કોણ ભૂલી શકે? 2006માં આવેલા હિમેશના આલ્બમ ધૂમ મચાવી હતી. હિમેશે પોતાની યુનિક સિંગિગ સ્ટાઈલથી આગવો ચાહક વર્ગ ઉભો કર્યો છે.

  7/16
 • હિમેશને તેના ડેબ્યૂ સોંગ માટે ફિલ્મફેર મળી ચુક્યો છે. હિમેશ મલ્ટી ટેલેન્ટેડ છે. તે સિંગરની સાથે મ્યુઝિક ડિરેક્ટર, બેકગ્રાઉન્ડ કંપોઝર, સ્ટોરી રાઈટર, પ્રોડ્યુસર અને લીરિસિસ્ટ પણ છે.

  હિમેશને તેના ડેબ્યૂ સોંગ માટે ફિલ્મફેર મળી ચુક્યો છે. હિમેશ મલ્ટી ટેલેન્ટેડ છે. તે સિંગરની સાથે મ્યુઝિક ડિરેક્ટર, બેકગ્રાઉન્ડ કંપોઝર, સ્ટોરી રાઈટર, પ્રોડ્યુસર અને લીરિસિસ્ટ પણ છે.

  8/16
 • ધ્વનિ ભાનુશાળી ધ્વનિનો જન્મ મુંબઈના મૂળ ગુજરાતી પરિવારમાં થયો હતો. ધ્વનિને ફિલ્મ સત્યમેવ જયતેના ગીત દિલબરથી પ્રશંસા મળી હતી.

  ધ્વનિ ભાનુશાળી
  ધ્વનિનો જન્મ મુંબઈના મૂળ ગુજરાતી પરિવારમાં થયો હતો. ધ્વનિને ફિલ્મ સત્યમેવ જયતેના ગીત દિલબરથી પ્રશંસા મળી હતી.

  9/16
 • લેજા રે, મેં તેરી હૂં, અને લેટેસ્ટ સિંગલ વાસ્તેથી ફેમસ થનાર ધ્વનિ ભાનુશાળીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ધ્વનિને તેના નવા સિંગલ વાસ્તે માટે ખૂબ જ સારા પ્રતિભાવો મળી રહ્યા છે.

  લેજા રે, મેં તેરી હૂં, અને લેટેસ્ટ સિંગલ વાસ્તેથી ફેમસ થનાર ધ્વનિ ભાનુશાળીએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ધ્વનિને તેના નવા સિંગલ વાસ્તે માટે ખૂબ જ સારા પ્રતિભાવો મળી રહ્યા છે.

  10/16
 • જીગર સરૈયા સચિન જિગર ડ્યૂઓના જીગર સરૈયા સુરીલા સિંગર પણ છે. જીગરે અનેક ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. કંપોઝર હોવાની સાથે તેઓ ખૂબ જ સારું ગાય છે.

  જીગર સરૈયા
  સચિન જિગર ડ્યૂઓના જીગર સરૈયા સુરીલા સિંગર પણ છે. જીગરે અનેક ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે. કંપોઝર હોવાની સાથે તેઓ ખૂબ જ સારું ગાય છે.

  11/16
 • જીગરે શુદ્ધ દેશી રોમાન્સનું ગીત ગુલાબી, હમ તુમ શબાના, ABCD, ABCD 2, ફાલતુ જેવી ફિલ્મોના ગીતોમાં અવાજ આપ્યો છે. સાથે તેઓ કોન્સર્ટ પણ કરે છે.

  જીગરે શુદ્ધ દેશી રોમાન્સનું ગીત ગુલાબી, હમ તુમ શબાના, ABCD, ABCD 2, ફાલતુ જેવી ફિલ્મોના ગીતોમાં અવાજ આપ્યો છે. સાથે તેઓ કોન્સર્ટ પણ કરે છે.

  12/16
 • સચિન સંઘવી સચિન પણ ખૂબ જ સારા ગાયક છે. તેમનું હમણાં જ રિલીઝ થયેલું ગીત ધૂણી રે ધખાવી યૂટ્યુબ પર ખૂબ જ લોકપ્રિય થયું છે.

  સચિન સંઘવી
  સચિન પણ ખૂબ જ સારા ગાયક છે. તેમનું હમણાં જ રિલીઝ થયેલું ગીત ધૂણી રે ધખાવી યૂટ્યુબ પર ખૂબ જ લોકપ્રિય થયું છે.

  13/16
 • સચિને હિન્દીની સાથે ગુજરાતીમાં પણ ગીતો ગાયા છે. સચિન-જીગરની જોડીના જેટલા પણ કોન્સર્ટ હોય તે હિટ જાય છે.

  સચિને હિન્દીની સાથે ગુજરાતીમાં પણ ગીતો ગાયા છે. સચિન-જીગરની જોડીના જેટલા પણ કોન્સર્ટ હોય તે હિટ જાય છે.

  14/16
 • પાર્થિવ ગોહિલ મૂળ ભાવનગરના પાર્થિવ ગોહિલે બોલીવુડ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન બનાવ્યું છે. પાર્થિવ અને અવૉર્ડ્સ પણ જીતી ચુક્યા છે.

  પાર્થિવ ગોહિલ
  મૂળ ભાવનગરના પાર્થિવ ગોહિલે બોલીવુડ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન બનાવ્યું છે. પાર્થિવ અને અવૉર્ડ્સ પણ જીતી ચુક્યા છે.

  15/16
 • પાર્થિવે દેવદાસ, સાંવરિયા, સાહેબ બીવી ઔર ગેન્ગસ્ટર જેવી ફિલ્મોમાં અવાજ આપ્યો છે. અને હજુ પણ તેમની આ સૂરીલી સફર ચાલુ જ છે.

  પાર્થિવે દેવદાસ, સાંવરિયા, સાહેબ બીવી ઔર ગેન્ગસ્ટર જેવી ફિલ્મોમાં અવાજ આપ્યો છે. અને હજુ પણ તેમની આ સૂરીલી સફર ચાલુ જ છે.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

અલકા યાજ્ઞિક થી લઈને ધ્વનિ ભાનુશાળી, હિમેશ રેશમિયાથી લઈને અમિત ત્રિવેદી, આ ગુજરાતી ગાયકોએ બોલીવુડને વધુ સૂરીલું બનાવ્યું છે. ચાલો જાણીએ તેમને...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK