દે દે પ્યાર દે રૉમ-કૉમ સાથે ગંભીર મુદ્દાઓને પણ દેખાડશે : તબુ

25 April, 2019 11:51 AM IST  |  મુંબઈ

દે દે પ્યાર દે રૉમ-કૉમ સાથે ગંભીર મુદ્દાઓને પણ દેખાડશે : તબુ

તબુનું કહેવું છે કે તેની આગામી ફિલ્મ ‘દે દે પ્યાર દે’ માત્ર રૉમ-કૉમ નથી, પરંતુ સાથે જ એ અગત્યના અને ગંભીર મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડશે. ૧૭ મેએ રિલીઝ થનારી આ ફિલ્મમાં અજય દેવગન અને રકુલ પ્રીત પણ જોવા મળશે. ફિલ્મ વિશે વધુ જણાવતાં તબુએ કહ્યું હતું કે ‘મારી પહેલાંની ફિલ્મોમાં મેં કદી આવું પાત્ર ભજવ્યું નથી અને એથી જ હું ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહી છું. ‘દે દે પ્યાર દે’ની સ્ટોરી અલગ, ઇન્ટરેસ્ટિંગ અને અનોખા સંબંધોને દેખાડશે. આ એક હળવી કૉમેડી હોવાથી મેં એને હા પાડી હતી. આ માત્ર રૉમ-કૉમ નથી, એને ખૂબ જ મજાકિયા અંદાજમાં રજૂ કરવામાં આવી છે, પરંતુ માનવજાત સાથે સંકળાયેલા ગંભીર મુદ્દાઓને એમાં દેખાડવામાં આવ્યા છે. લોકોના સંબંધોમાં આવતી અડચણો પર આ ફિલ્મના માધ્યમથી પ્રકાશ પાડવામાં આવશે. આ સ્ટોરી એવા લોકોની સ્થિતિને રજૂ કરશે જે રોજબરોજના જીવનમાં આવી સ્થિતિમાંથી પસાર થાય છે.’

આ પણ વાંચોઃ અજય દેવગણઃપરિવાર સાથે આ રીતે સમય વીતાવે છે એક્શન સ્ટાર 

ajay devgn tabu bollywood