શાબાશ મિઠુનું શૂટિંગ એપ્રિલમાં શરૂ કરશે તાપસી

09 February, 2021 11:58 AM IST  |  Mumbai | Mumbai correspondent

શાબાશ મિઠુનું શૂટિંગ એપ્રિલમાં શરૂ કરશે તાપસી

શાબાશ મિઠુનું શૂટિંગ એપ્રિલમાં શરૂ કરશે તાપસી

તાપસી પન્નુ તેની આગામી ‘શાબાશ મિઠુ’નું શૂટિંગ એપ્રિલમાં શરૂ કરશે. આ ફિલ્મ ક્રિકેટર મિતાલી રાજની લાઇફ પર આધારિત છે. હાલમાં તો તાપસી ગોવામાં ‘લૂપ લપેટા’નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ ૧૯૯૮માં આવેલી જર્મન થ્રિલર ‘રન લોલા રન’ની હિન્દી રીમેક છે. ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ તે રોજ ‘શાબાશ મિઠુ’ માટે ક્રિકેટની ટ્રેઇનિંગ લે છે. ક્રિકેટર કવિતા પાટીલ, દેવિકા પળશીકર અને નુશીન ખાદીરની સાથે ફિઝિકલ થેરપિસ્ટ આકાંક્ષા સત્વંશી પણ તેની સાથે ગોવામાં છે. તાપસી હજી ૧૦-૧૨ દિવસ માટે ફિલ્મના શૂટિંગ માટે ગોવામાં રોકાવાની છે. ત્યાર બાદ તે ક્રિકેટની ટ્રેઇનિંગ માટે વધુ સમય આપશે. ‘શાબાશ મિઠુ’નું શૂટિંગ એપ્રિલમાં શરૂ થાય એ પહેલાં મિતાલી રાજ પણ તાપસીને ટ્રેઇનિંગ આપવાની છે.

taapsee pannu bollywood bollywood news bollywood ssips entertainment news