બૉડી-ડબલ ઍક્ટર ન હોવાનો આભાર માન્યો તાપસી પન્નુએ

25 February, 2021 01:05 PM IST  |  Mumbai | Agencies

બૉડી-ડબલ ઍક્ટર ન હોવાનો આભાર માન્યો તાપસી પન્નુએ

બૉડી-ડબલ ઍક્ટર ન હોવાનો આભાર માન્યો તાપસી પન્નુએ

‘દો બારા’માં તાપસી પન્નુની બૉડી-ડબલ સાક્ષી મેહતાનો તેણે આભાર માન્યો છે કે તે ઍક્ટર નથી. અનુરાગ કશ્યપની આ ફિલ્મની જાહેરાત તાજેતરમાં જ કર્યા બાદ એનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. સેટ પરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘મારી ‘દો બારા’ સિરીઝ. કેટલાંક કોલૅબરેશન્સ પુનરાવર્તન થવાને યોગ્ય હોય છે. ‘પિન્ક’માં મારી બીજી અસિસ્ટન્ટ ડિરેક્ટર અને ફિલ્મમાં મારી ફ્રેન્ડ તરીકે નાની ભૂમિકા ભજવનાર સાક્ષી મેહતા હવે ફર્સ્ટ અસિસ્ટન્ટ ડિરેક્ટર બની ગઈ છે. આ સાથે જ તે મારી બૉડી-ડબલનો પણ રોલ કરવાની છે. અમને ફિલ્મમાં સાથે કઈ રીતે દેખાડવા એનો રસ્તો તેણે શોધી કાઢ્યો છે. એથી એ જાદુ ‘દો બારા’માં રિપીટ થશે. તા.ક. તું ઍક્ટર નથી બની એથી તારો આભાર. તે મારી કરીઅર બચાવી લીધી છે, કારણ કે તારા વાળ બધું કહી જાય છે.’

taapsee pannu bollywood bollywood news entertainment news bollywood ssips