‘ફિર આઈ હસીન દિલરૂબા’નું શૂટિંગ શરૂ કર્યું તાપસીએ

12 January, 2023 03:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ૨૦૨૧માં આવેલી ‘હસીન દિલરૂબા’ની સીક્વલ છે.

તાપસી પન્નુ

તાપસી પન્નુએ ‘ફિર આઈ હસીન દિલરૂબા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. આ ફિલ્મ ૨૦૨૧માં આવેલી ‘હસીન દિલરૂબા’ની સીક્વલ છે. આનંદ એલ. રાયની ‘ફિર આઈ હસીન દિલરૂબા’માં તાપસીની સાથે વિક્રાન્ત મૅસી પણ જોવા મળશે. ફિલ્મની સ્ટોરી કનિકા ઢિલ્લને લખી છે અને વિનીલ મૅથ્યુ ડિરેક્ટ કરશે. ફિલ્મનું શૂટિંગ કરવાની માહિતી આપતાં ટ્‍વિટર પર આનંદ એલ. રાયે ટ્વીટ કર્યું કે ‘ઓ હમારી હસીન દિલરૂબા આજથી શૂટિંગ શરૂ થઈ ગયું છે ‘ફિર આઈ હસીન દિલરૂબા’નું. તાપસી, તને કહ્યું હતું કે ૯ વાગ્યે પોસ્ટર શૅર કરજે. હજી સુધી કેમ નથી કર્યું?’

એનો જવાબ આપતાં તાપસીએ ટ્વીટ કર્યું કે ‘સર, હું હજી સુધી એના માટે તૈયાર નથી. આ વખતે તો કનિકા ઢિલ્લને ધમાકેદાર કૅરૅક્ટર લખ્યું છે. ખબર નહીં કે શું ખાઈને આની સ્ટોરી લખી છે. દર વખતે મારી સાથે જ આવું કેમ કરો છો?’

આ પણ વાંચો :  મારી પ્રાઇવસીને લઈને ચિંતા કરવાથી જો મને તમે ઘમંડી કહેશો તો ચાલશે : તાપસી

તાપસીને જવાબ આપતાં કનિકાએ ટ્વીટ કર્યું કે ‘ક્યૂં, ડર ગઈ ક્યા તાપસી? ‘ફિર આઈ હસીન દિલરૂબા’ તો તડકતી ભડકતી હી આએગી ના.’

કનિકાને જવાબ આપતાં તાપસીએ ટ્વીટ કર્યું કે ‘તડક ભડક ઠીક છે. આ વખતે સ્ટોરી સાંભળીને તો મારું જે બીપી હાઈ થયું છે બાય ગૉડ. કભી તો હદ મેં રહ કર સોચ લિયા કરો.’

entertainment news bollywood news bollywood gossips bollywood taapsee pannu upcoming movie