તાપસી પન્નૂએ શૂટિંગ દરમિયાન ભેંસ સાથે કરી મસ્તી, જુઓ ફોટોઝ

22 September, 2019 08:26 PM IST  |  મુંબઈ

તાપસી પન્નૂએ શૂટિંગ દરમિયાન ભેંસ સાથે કરી મસ્તી, જુઓ ફોટોઝ

Image Courtesy: Taapsee pannu Instagram

તાપસી પન્નૂ અને ભૂમિ પેડનેકર બંને એક્ટ્રેસિસ હાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગના કારણે વખણાઈ રહી છે. બંનેનું ફેન ફોલોઈંગ વધી રહ્યું છે. તાપસી અને ભૂમિ ફિલ્મ 'સાંડ કી આંખ'માં લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે. શૂટિંગ દરમિયાનના કેટલાક ફની ફોટોઝ તાપસી પન્નૂએ શૅર કર્યા છે. આ ફોટોઝમાં તાપસી પન્નૂ ભેંસ સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે.

ફોટોઝમાં દેખાય છે કે તાપસી પન્નૂ ભેંસ સાથે મસ્તી કરી રહી છે. પરંતુ જ્યારે ભેંસ ઉભી થાય છે, તો તાપસી ડરી જાય છે અને ભાગવા લાગે છે. તાપસીએ આ પોટોઝ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે, સાથે જ લખ્યું છે,'જ્યારે તમે રમવાના મૂડમાં હો, પરંતુ તમે આવું ન કરી શકો કારણ કે સામેનું વ્યક્તિ રમવાના મૂડમાં ન હોય.'

આ ઉપરાંત ભૂમિ પેડનેકરે પણ ફિલ્મનો એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં ફિલ્મના ટ્રેલર રિલીઝ અંગે માહિતી આપવામાં આવી હતી. ફિલ્મની વાત કરીએ તો સાંડ કી આંખને તુષાર હીરાનંદાનીએ ડિરેક્ટ કરી છે. જેમાં દેશની બે મહિલા શાર્પ શૂટર્સ ચંદ્રો અને પ્રકાશી તોમર પર આધારિત છે. જેમે 60 વર્ષની ઉંમર બાદ શૂટિંગમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી. તાપસી ફિલ્મમાં પ્રકાશી તોમરનો રોલ પ્લે કરી રહી છે, તો ભૂમિ પેડનેકર ચંદ્રો તોમરના રોલમાં દેખાશે.

આ પણ વાંચોઃ અક્ષયકુમારથી માધુરી દિક્ષીત સુધી, આવો રહ્યો બોલીવુડ સેલેબ્સનો રવિવાર

ફિલ્મનું ટ્રેલર 23 સપ્ટેમ્બરે રિલીઝ થવાનું છે, જ્યારે ફિલ્મ દિવાળીના તહેવારમાં રિલીઝ થશે. ફિલ્મમાં આ બંને એક્ટ્રેસ ઉપરાંત લીડ રોલમાં પ્રકાશ ઝા, વિનીત સિંહ અને સાદ રંધાવા દેખાશે. તાપસી પન્નૂની વાત કરીએ તો આ ફિલ્મ ઉપરાંત તે અભિનવસિંહાની ફિલ્મ થપ્પડમાં દેખાશે. વર્ષ 2019 તાપસી માટે ખૂબ જ સારુ રહ્યું છે. તાપસીની ફિલ્મ બદલા અને ગેમ ઓવરે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો છે.

taapsee pannu bhumi pednekar bollywood