ન્યુઝ ચૅનલ પર કટાક્ષ કરી તાપસી પન્નુએ

05 October, 2020 01:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુઝ ચૅનલ પર કટાક્ષ કરી તાપસી પન્નુએ

તાપસી પન્નુ

તાપસી પન્નુએ ન્યુઝ ચૅનલ પર કટાક્ષ મારતાં જણાવ્યું છે કે તેમણે રિયલ ન્યુઝ દેખાડવા જોઈએ. કોઈ ચૅનલનું નામ લીધા વગર તાપસીએ જણાવ્યું હતું કે થિયેટર્સ બંધ છે એથી ઍક્ટર્સના બદલામાં તેઓ લોકોનું મનોરંજન કરી રહ્યા છે. જોકે સરકારે હવે ૫૦ ટકા કૅપેસિટી સાથે થિયેટર્સ શરૂ કરવા કહ્યું છે. આ જ બાબતને ટાંકીને ન્યુઝ ચૅનલ પર કટાક્ષ કરતાં તાપસીએ કહ્યું હતું કે ‘હવે જ્યારે થિયેટર્સ ૫૦ ટકા કૅપેસિટી સાથે શરૂ થઈ રહ્યાં છે તો ન્યુઝ ચૅનલે પણ રિયલ ન્યુઝ પર ૫૦ ટકા ધ્યાન આપવું જોઈએ. તમારો આભાર કે તમે ઘણા સમયથી અમારા બદલે લોકોને મનોરંજન આપી રહ્યા છો. હવે અમે લોકોને મનોરંજન આપીશું.’

entertainment news bollywood bollywood news bollywood gossips taapsee pannu