16 June, 2024 09:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
તાપસી પન્નુએ બૅડ્મિન્ટન કોચ મથાયસ બો સાથે ઉદયપુરમાં નજીકની ફૅમિલી અને ફ્રેન્ડ્સની હાજરીમાં ૨૩ માર્ચે લગ્ન કર્યાં હતાં. મથાયસ મૂળ ડેન્માર્કનો છે. જોકે હજી સુધી તાપસીનો બ્રાઇડલ લુક કે લગ્નના ફોટો લોકોને જોવા નથી મળ્યા. થોડા સમય પહેલાં તેનાં લગ્નનો ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. તે અગાઉ કહી ચૂકી છે કે તેણે લગ્નમાં મોંઘાદાટ લેહંગાને બદલે ટ્રેડિશનલ સલવાર-કમીઝ પહેર્યાં હતાં અને એ તેના ફ્રેન્ડે ડિઝાઇન કર્યાં હતાં. લગ્ન પહેલાં આ બન્ને ૧૦ વર્ષ સુધી રિલેશનમાં રહ્યાં હતાં. લગ્ન વિશે તાપસી કહે છે, ‘મારાં લગ્ન સીક્રેટ નહોતાં. એ તો પ્રાઇવેટ અને પર્સનલ ઇવેન્ટ હતી એથી એને લઈને પ્રેસ-રિલીઝ ઇશ્યુ કરવાની મારે જરૂર નથી. મને જ્યારે જરૂર જણાશે ત્યારે હું ફોટો શૅર કરીશ.’