પોતાના કર્લી હેરથી પરેશાન છે તાપસી

26 October, 2020 01:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાના કર્લી હેરથી પરેશાન છે તાપસી

તાપસી પન્નુ (તસવીર સૌજન્ય: ઇન્સ્ટાગ્રામ)

તાપસી પન્નુ તેના કર્લી હેરને કારણે હેરાન-પરેશાન બની ગઈ છે. તેની આવનારી ફિલ્મ ‘હસીન દિલરુબા’માં પોતાના રોલ માટે તેને દરરોજ વાળ સ્ટ્રેટ કરવા પડી રહ્યા છે. એ તેના માટે માથાનો દુખાવો બની ગયો છે. તેણે પોતાના સ્ટ્રેટ હેર સાથેનો ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેણે ગાલ ફુલાવી રાખ્યા છે જે ખરેખર ક્યુટ લાગે છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘હવે છેલ્લા થોડા જ દિવસો બાકી છે ‘હસીન દિલરુબા’ના. આ મારા ચહેરાના હાવભાવ છે જ્યારે મારે દરરોજ મારા વાળને સ્ટ્રેટ કરવા પડે છે.’

entertainment news bollywood bollywood news bollywood gossips upcoming movie taapsee pannu