કૉન્ફિડન્સની પરિભાષા આપી તાપસીએ

04 January, 2021 06:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્ફિડન્સની પરિભાષા આપી તાપસીએ

તાપસી પન્નુ

તાપસી પન્નુએ કૉન્ફિડન્સની પરિભાષા આપી છે. તાપસી સોશ્યલ મીડિયામાં ખાસ્સી ઍક્ટિવ રહે છે. તે દરેક મુદ્દા પર પોતાના વિચારો બિન્દાસ માંડે છે. તે કચ્છની રનરની લાઇફ પર આધારિત ‘રશ્મિ રૉકેટ’માં જોવા મળશે જે કઈ રીતે તમામ પડકારોનો સામનો કરીને ઍથ્લીટ બને છે એ દેખાડવામાં આવ્યું છે. ત્યાર બાદ તે ‘લૂપ લપેટા’ અને ‘હસીન દિલરૂબા’માં પણ જોવા મળશે. તાપસીએ તાજેતરમાં જ એક ફોટો શૅર કર્યો છે. ફોટોમાં તેણે ગ્રે આઉટફિટ અને ગ્લાસિસ પહેર્યા છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને તાપસીએ કૅપ્શન આપી હતી કે ‘કૉન્ફિડન્સ કંઈ એવી વસ્તુ નથી કે તમે બંધ રૂમમાં લટાર મારતાં-મારતાં એમ વિચારો કે અન્યો કરતાં તમે જ શ્રેષ્ઠ છો. પહેલી બાબત તો એ કે પોતાની જાતને કદી પણ અન્ય લોકો સાથે સરખાવવી ન જોઈએ.’

entertainment news bollywood bollywood news bollywood gossips taapsee pannu