રિલેશનશિપમાં છે તાપસી પન્નૂ, ટૂંક સમયમાં કરી શકે છે લગ્ન !

11 September, 2019 05:28 PM IST  |  મુંબઈ

રિલેશનશિપમાં છે તાપસી પન્નૂ, ટૂંક સમયમાં કરી શકે છે લગ્ન !

Image Courtesy: Taapsee pannu instagram

તાપસી પન્નૂની લવ લાઈફ લાંબા સમયથી ચર્ચાનો વિષય રહી છે. 'મિશન મંગલ'ની એક્ટ્રેસને ઘણી વખત આ અંગે સવાલ કરવામાં આવ્યા છે, પરંતુ તાજેતરના જ રિપોર્ટ પ્રમાણે તાપસી પન્નૂએ સ્વીકાર્યું છે ક તે રિલેશનશિપમાં છે. એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યુમાં તાપસી પન્નૂએ કોઈને ડેટ કરતા હોવાની વાત સ્વીકારી છે. જો કે આ યુવક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી નથી.

તાપસી પન્નૂ હંમેશા પોતાની અંગત લાઈફને લઈ મૌન રહી છે. તેણે પોતાના સંબંધોને પણ પાપારાઝીઓથી દૂર રાખ્યા છે. આ ઉપરાંત તાપસીએ પોતાના બોયફ્રેન્ડના નામનો ખુલાસો પણ નથી કર્યો. તાપસીએ ફક્ત ઈશારો કર્યો છે કે તે એક સ્પોર્ટ્સ પર્સન છે, પણ ક્રિકેટર નથી. ઈ ટાઈમ્સમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે તાપસી પન્નૂ એક બેડમિન્ટન ખેલાડી માથિયાસ બોને ડેટ કરી રહી છે.

માથિયાસ બો ડેન્માર્કના છે, અને બંનેમાંથી કોઈએ ક્યારેય ખુલીને પોતાના સંબંધો પર વાત નથી કરી રહ્યા. આ મામલે વાત કરવા તાપીસ સાથે સંપર્ક કરવાના પ્રયત્ન પણ થયા, પરંતુ તેમણે આ મામલે કોઈ રિએક્શન નથી આપ્યું. જો કે એવું પણ કહેવાઈ રહ્યું છે કે જ્યારે શક્ય હોય ત્યારે બંને સાથે લંચ કે ડિનર ડેટ પર જતા રહે છે. તાપસી પન્નૂ હાલ અનુભવ સિંહાની ફિલ્મ 'થપ્પડ'માં કામ કરી રહી છે. તેમાં તે રાઈટર અને કવિયત્રિ અમૃતા પ્રીતમના રોલમાં દેખાશે.

આ પણ વાંચોઃ Shikha Talsania: પિતાના પગલે ચાલી રહી છે ટીકુ તલસાણિયાની પુત્રી

આ ઉપરાંત તાપસી પન્નૂ શાર્પશૂટર ચંદ્રો તોમર અને પ્રકાશ તોમરના જીવન પર આધારિત સ્પોર્ટ્સ બાયોપિકમાં દેખાશે. તપાસી પન્નૂ આ ઉપરાંત પણ કેટલીક ફિલ્મો કરી રહી છે. મોટા ભાગે તાપસી કમર્શિયલ અને મહિલા પ્રધાન ફિલ્મો કરે છે. તાજેતરમાં જ તેમની ફિલ્મ મિશન મંગલ રિલીઝ થઈ છે, જેમાં અક્ષયકુમાર, વિદ્યાબાલન સહિતના સ્ટાર છે.

taapsee pannu bollywood entertaintment