19 May, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાપસી પન્નુએ તેની બહેન શગુન પન્નુ
તાપસી પન્નુએ તેની બહેન શગુન પન્નુ સાથે મળીને ગોરેગામ-વેસ્ટમાં ૪.૩૩ કરોડ રૂપિયામાં પ્રીમિયમ અપાર્ટમેન્ટ ખરીદ્યો છે. ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન (IGR)ના પોર્ટલ પરથી મળેલા પ્રૉપર્ટી રજિસ્ટ્રેશનના ડૉક્યુમેન્ટ પ્રમાણે આ પ્રૉપર્ટી ઇમ્પીરિયલ હાઇટ્સ નામના રેસિડેન્શિયલ પ્રોજેક્ટમાં છે. આ પ્રોજેક્ટ એક અપસ્કેલ પ્રોજેક્ટ છે અને એ એકદમ મોકાની જગ્યાએ છે. આ અપાર્ટમેન્ટમાં ૧૩૯૦ સ્ક્વેર ફુટનો કાર્પેટ એરિયા અને ૧૬૬૯ સ્ક્વેર ફુટનો બિલ્ટ-અપ એરિયા છે. આ ડીલમાં બે કાર-પાર્કિંગ સ્પેસ પણ સામેલ છે.
ડૉક્યુમેન્ટ પ્રમાણે આ ટ્રાન્ઝૅક્શન મે મહિનામાં સત્તાવાર રીતે રજિસ્ટર થયું છે. આ ડીલ માટે તાપસી અને શગુને ૨૧.૬૫ લાખ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી અને વધારાનો ૩૦,૦૦૦ રૂપિયા જેટલો રજિસ્ટ્રેશન-ચાર્જ ચૂકવ્યો હતો.