Taapsee Pannu On Hindi: તાપસીએ ટ્રોલરને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું આ...

25 November, 2019 04:47 PM IST  |  Mumbai Desk

Taapsee Pannu On Hindi: તાપસીએ ટ્રોલરને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું આ...

તાપસી પન્નૂ તે એક્ટર્સમાંની છે, જે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સને પાછા વળીને જવાબ આપે છે. એક વાર તેણે ટ્રોલરને અરીસો બતાવવાનું કામ કર્યું છે. વાત એ છે કે ટ્રોલર તાપસીને એક ઇવેન્ટમાં હિંદી ન બોલવાને લઇને ટ્રોલ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેના પછી તેણે તાપસીએ તેને હિંદીમાં જ જવાબ આપ્યો. જવાબ સાથે તાપસીએ લખ્યું, "ઇન્ડિયા ફર્સ્ટ"

તાપસી પન્નૂનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગોવામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI)માં સવાલોનો જવાબ આપી રહી છે. આ કાર્યક્રમમાં તાપસીને ગેસ્ટ તરીકે બોલાવવામાં આવી હતી. આ સંવાદો દરમિયાન એક દર્શકે તાપસીએ હિન્દીમાં વાત કરવાની અપીલ કરી. તેની દલીલ હતી કે તે હિન્દી ફિલ્મોની અભિનેત્રી છે. તેના પછી તાપસીએ આનો જવાબ આપ્યો, 'સર, હું તો બધી વાતો હિન્દીમાં કરી શકું છું, પણ શું અહીં બધાંને હિન્દી સમજાશે? હું સાઉથ ઇન્ડિયન અભિનેત્રી પણ છું... તમિલ અને તેલુગુમાં પણ વાત કરું.'

ઇન્ટરનેટ પર બવાલ
આ નિવેદન બાદ કાર્યક્રમમાં કોઇ વિરોધ ઉત્પન્ન નથી થયો, પણ ઇન્ટરનેટ પર બવાલ મચ્યો છે. ફિલ્મ ક્રિટિક અને લોકો તાપસીની આ વાતથી જુદાં જુદાં મતો રજૂ કરે છે. ફિલ્મ ક્રિટિક અજય બ્રહ્માત્મજે ટ્વીટ કરીને લખ્યું, 'ફિલ્મો હિન્દીની, નિર્દેશક અને કલાકાર હિન્દી ફિલ્મોના, ભારતના આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થઈ હિન્દી ફિલ્મોને કારણે.... પણ સંદેશ આપવો હોય કે વાતચીત કરવી હોય કે ટિપ્પણી કરવી હોય બધું અંગ્રેજીમાં હશે. કેમ?' આ ટ્વીટ પર એક યૂઝરે લખ્યું, "કારણકે હિન્દી ઇલીટ નથી બનાવતી ને?" તેના પછી આ ટ્વીટ પર તાપસીએ જવાબ આપ્યો. તાપસીએ યૂઝરના રિપ્લાયને રિટ્વીટ કરતાં લખ્યું, "ઇલીટ ભાષા નહીં, વિચારધારા બનાવે છે."

આ પણ વાંચો : Happy Birthday: જુઓ બૉલીવુડની કૉન્ટ્રોવર્સી ક્વીન રાખીનો તસવીરમાં બિન્દાસ અંદાજ

જો કે હાલ આ મુદ્દે બે પ્રકારના મત વ્યક્ત કરવામાં આવી રહી છે. કેટલાક લોકો તાપસીનું સમર્થન કરી રહ્યા છે, તો કેટલાક વિરોધ. જણાવીએ કે તાજેતરમાં તાપસી ફિલ્મ સાંડ કી આંખ રિલીઝ થઈ છે, જેણે બૉક્સ ઑફિસ પર સામાન્ય પ્રદર્શન કર્યું. તેના પછી તાપસી 'આર્ટિકલ 15' ફેમ અનુભવ સિન્હાના ડાયરેક્શનમાં બનતી ફિલ્મ થપ્પડમાં દેખાશે.

taapsee pannu bollywood bollywood news bollywood gossips