સ્વતંત્રતા સેનાની વીર સાવરકરના લુકમાં પહેલી વાર સામે આવી રણદીપ હુડ્ડાની તસવીર, જુઓ

28 May, 2022 05:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકરની 139મી જન્મજયંતિના અવસર પર ફિલ્મના નિર્માતાઓએ રણદીપ હુડ્ડાનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે.

તસવીર (ઈન્સ્ટાગ્રામ)

સ્વતંત્રતા સેનાની વિનાયક દામોદર સાવરકરની 139મી જન્મજયંતિના અવસર પર ફિલ્મના નિર્માતાઓએ રણદીપ હુડ્ડાનો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે. આ પોસ્ટર સાથે લખ્યું છે કે, `હિંદુ ધર્મ ધર્મ નથી, ઈતિહાસ છે`. મહેશ માંજરેકરની આગામી બાયોપિકમાં અભિનેતા રણદીપ હુડ્ડા રાજકારણી, કાર્યકર્તા અને લેખક વિનાયક દામોદર સાવરકરની ભૂમિકામાં જોવા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં શરૂ થઈ શકે છે.

પોસ્ટર રિલીઝ કરતાં ડિરેક્ટર મહેશ માંજરેકરે કહ્યું કે, "રણદીપ હુડાને સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકર તરીકે રજૂ કરતાં આપ સૌને વીર સાવરકર જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! સાવરકર વિશે લોકોના અલગ-અલગ વિચારો હોઈ શકે છે, પરંતુ એક ફિલ્મ નિર્માતા તરીકે હું તે વિચારો સાથે મેળ બેસાડવાનો પ્રયાસ કરી રહ્યો છું, જે સાવરકર પાસે હતો, તો ફિલ્મની કહાની અને ચરિત્ર પર કોઈ ફર્ક નહીં પડે કે વાસ્તવમાં સાવરકર શું હતા, શું છે અને શું હશે. તે સ્વતંત્ર સેનાની હતા અને તેમને ભુલી શકાય નહીં."

રણદીપ હુડ્ડાએ પોતાનો લુક જાહેર કરતાં લખ્યું કે, `આ સ્વતંત્રતા અને આત્મ-અનુભૂતિ માટે ભારતના સંઘર્ષના સૌથી ઊંચા અસંખ્ય હીરોમાંના એકને સલામ છે. હું આશા રાખું છું કે હું એક સાચા ક્રાંતિકારીનું પાત્ર ભજવી શકીશ અને જે લાંબા સમય સુધી કાર્પેટ નીચે દટાયેલો હતો તેની વાસ્તવિક વાર્તા કહી શકીશ..આપ સૌને વીર સાવરકર જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!`

તમને જણાવી દઈએ કે વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે, 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામમાં થયો હતો. તેઓ હિંદુ મહાસભા, હિંદુ રાષ્ટ્રવાદી સંગઠન અને રાજકીય પક્ષના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંના એક હતા. તેઓ રાજકારણી, કાર્યકર અને લેખક હતા. તેઓ હિન્દુત્વની હિન્દુ રાષ્ટ્રવાદી રાજકીય વિચારધારાને વિકસાવવા માટે જાણીતા છે. વીર સાવરકરનું નિધન 26 ફેબ્રુઆરી 1966ના રોજ બોમ્બેમાં થયું હતું    

bollywood news randeep hooda