23 August, 2025 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ડિમ્પલ યાદવ અને સ્વરા ભાસ્કર ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)
અભિનેત્રી સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર આકરી ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે કહ્યું હતું કે તેણે `બધા માણસો મૂળભૂત રીતે બાઈસેક્સુઅલ છે` અને સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ ડિમ્પલ યાદવ પર તેને ક્રશ છે. હવે, અભિનેત્રીએ ટ્વિટર પર પોતાનો બાયો (Bio) બદલીને આ ટીકાનો જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા પર `આપણે બધા બાઈસેક્સુઅલ છીએ` ટિપ્પણી સામે આવી ત્યારથી સ્વરા ટ્રોલ થઈ રહી છે. ઘણા લોકોએ તેના મંતવ્યોની ટીકા કરી છે. સ્વરાએ કહ્યું કે વિજાતીયતા (Heterosexism) એક એવી વિચારધારા છે જે મનુષ્યો પર લાદવામાં આવી છે. તે તાજેતરમાં ડિમ્પલને મળી હતી. સ્વરાના આ નિવેદન પર સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયા આવી હતી.
શુક્રવારે, સ્વરા ભાસ્કરે ટ્વિટર પર આ ચર્ચા વિશે વાત કરી અને તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી. તેણે લખ્યું, `વિચાર્યું કે બાયો (લાફિન્ગ ઇમોજી) બદલવાનો સમય આવી ગયો છે.`
સ્વરા ભાસ્કર `ગર્લ ક્રશ એડવોકેટ` બની
તેના ટ્વિટર બાયોમાં હવે લખ્યું છે, `Girl crush advocate. Part time actor, full time Twitter pest. Chaos Queen. Shopping my way through the apocalypse. Free Palestine!` ડિમ્પલ પર ક્રશ હોવાની કબૂલાત કર્યા પછી સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે `ગર્લ ક્રશ એડવોકેટ` શબ્દો ઉમેરવાથી કંઈક અલગ જ સંકેત મળે છે. સ્વરાએ ગર્લ ક્રશની વ્યાખ્યાનો સ્ક્રીનશોટ પણ શૅર કર્યો અને લખ્યું, `સાચું કહું તો... આમાં શું મોટી વાત છે?`
સ્વરાએ જાતીયતા પર વાત કરી
સ્ક્રીન સાથેના એક ઇન્ટરવ્યુ દરમિયાન, સ્વરાએ જાતીયતા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. આ વાતચીતમાં તેમના પતિ અને રાજકારણી ફહાદ અહેમદ પણ તેમની સાથે હાજર હતા. સ્વરાએ કહ્યું કે વિજાતીયતા (Heterosexism) એક એવી વિચારધારા છે જે મનુષ્યો પર લાદવામાં આવી છે. આ ઇન્ટરવ્યુ પાંચ મહિના પહેલા લાઇવ થયો હતો, પરંતુ સ્વરાનું નિવેદન તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવ્યું અને વાયરલ થયું.
ડિમ્પલ યાદવ પર ક્રશ હતો
સ્વરાએ કહ્યું, `આપણે બધા બાઈસેક્સુઅલ છીએ. જો તમે લોકોને તેમના પોતાના હાલ પર છોડી ડો, તો આપણે ખરેખર બાઈસેક્સુઅલ છીએ, પરંતુ વિજાતીયતા (Heterosexism) એક એવી વિચારધારા છે જે હજારો વર્ષોથી સાંસ્કૃતિક રીતે આપણામાં સ્થાપિત થઈ છે. કારણ કે માનવ જાતિ આ રીતે આગળ વધશે, તેથી તે ધોરણ હોવું જોઈએ.` ઇન્ટરવ્યુની વચ્ચે, હોસ્ટે પૂછ્યું કે તેને કોના પર ક્રશ છે. આના પર, સ્વરાએ સમાજવાદી પાર્ટીના લોકસભા સાંસદ ડિમ્પલ યાદવનું નામ લીધું. તેણે એમ પણ કહ્યું કે તે તાજેતરમાં ડિમ્પલને મળી હતી. સ્વરાના આ નિવેદન પર સોશિયલ મીડિયા પર તીવ્ર પ્રતિક્રિયા આવી હતી.