રિનોવેશનનું કામ પૂરું થતાં ઘરમાં નિરાંત અનુભવી સ્વરા ભાસ્કરે

02 August, 2021 10:06 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પેઇન્ટિંગમાં ફેરિયાઓ, સર્વસામાન્ય લોકો અને ફિલ્મોનાં પોસ્ટર્સ દેખાય છે. ઘરની ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સ્વરાએ કૅપ્શન આપી હતી કે ‘હેલો નિલોફર સુલેમાન, મને આ બૉમ્બે બસ સ્ટૉપનો ફોટો ખૂબ ગમ્યો છે.

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કરના જૂના ઘરનું રિનોવેશન પૂરું થતાં તે એ નવનિર્મિત ઘરમાં રહેવા ચાલી ગઈ છે અને હવે તેણે નિરાંતનો શ્વાસ લીધો છે. તેણે ઘરમાં લાઇબ્રેરી પણ બનાવી છે. એમાં ઘણાંબધાં પુસ્તકોનો ખજાનો છે. તેણે ઘરમાં મુંબઈના લોકોના જીવનને દર્શાવતું જીવન એક પેઇન્ટિંગમાં કંડાર્યું છે. આ પેઇન્ટિંગમાં ફેરિયાઓ, સર્વસામાન્ય લોકો અને ફિલ્મોનાં પોસ્ટર્સ દેખાય છે. ઘરની ઝલક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સ્વરાએ કૅપ્શન આપી હતી કે ‘હેલો નિલોફર સુલેમાન, મને આ બૉમ્બે બસ સ્ટૉપનો ફોટો ખૂબ ગમ્યો છે. આમચી મુંબઈનો અદ્ભુત સ્પિરિટ એમાં છલકાય છે. એમાં દરરોજ બાસ્કેટમાં ફિશ લઈ જતી મહિલા છે, ટપોરીઓ છે, ફિલ્મોનાં પોસ્ટર્સ અને સૂતેલા શ્વાન છે. મારા ઘરમાં આ જાદુ રેલાવવા માટે આભાર.’

bollywood news bollywood gossips bollywood swara bhaskar