સુસ્મિતા સેન ફ્લૅટ ભાડે આપીને ત્રણ વર્ષમાં કરશે ૭૩.૭૬ લાખની કમાણી

04 March, 2026 12:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૨૪૧ સ્ક્વેર ફીટનો આ ફ્લૅટ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પાસે આવેલી હાઈરાઇઝ બિલ્ડિંગ ઑબેરૉય એક્સક્વિઝિટના બારમા માળે છે

સુસ્મિતા સેન

સુસ્મિતા સેન અને તેની મમ્મી શુભ્રા સેને ગોરેગામ વિસ્તારમાં આવેલો પોતાનો ફ્લૅટ ૩ વર્ષ માટે ભાડે આપ્યો છે. આ ડીલથી તેમને કુલ ૭૩.૭૬ લાખ રૂપિયાનું ભાડું મળશે. રિપોર્ટ પ્રમાણે ૧૨૪૧ સ્ક્વેર ફીટનો આ ફ્લૅટ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પાસે આવેલી હાઈરાઇઝ બિલ્ડિંગ ઑબેરૉય એક્સક્વિઝિટના બારમા માળે છે. ડૉક્યુમેન્ટ પ્રમાણે આ ડીલ ૨૬ ફેબ્રુઆરીએ થઈ છે. ઍગ્રીમેન્ટમાં બે પાર્કિંગ સ્પેસ અને ૬ લાખ રૂપિયાની રીફન્ડેબલ સિક્યૉરિટી ડિપોઝિટનો સમાવેશ થાય છે.

મળતી માહિતી પ્રમાણે ૩૬ મહિનાના લીઝ-ઍગ્રીમેન્ટમાં દર વર્ષે પાંચ ટકા વધારો નક્કી કરવામાં આવ્યો છે. પહેલા વર્ષે માસિક ભાડું ૧.૯૫ લાખ રૂપિયા રહેશે. બીજા વર્ષે એ વધીને ૨.૦૪ લાખ રૂપિયા થશે અને ત્રીજા વર્ષમાં ૨.૧૪ લાખ રૂપિયા થશે. આ રીતે ત્રણ વર્ષમાં કુલ ભાડું ૭૩.૭૬ લાખ રૂપિયા થશે. રજિસ્ટ્રેશનના દસ્તાવેજો મુજબ આ ટ્રાન્ઝૅક્શન માટે ૧૮,૯૦૦ રૂપિયાની સ્ટૅમ્પ-ડ્યુટી અને ૧૦૦૦ રૂપિયાનો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવામાં આવ્યો હતો.

sushmita sen real estate goregaon western express highway entertainment news bollywood bollywood news