સુશાંતની વેબસાઇટ દ્વારા પૉઝિટિવ એનર્જી ફેલાવવામાં આવશે

18 June, 2020 11:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુશાંતની વેબસાઇટ દ્વારા પૉઝિટિવ એનર્જી ફેલાવવામાં આવશે

સુશાંત સિંહ રાજપૂતના વિચારો અને પૉઝિટિવ એનર્જીને તેની વેબસાઇટ દ્વારા ફેલાવવામાં આવશે. વેબસાઇટનું નામ સેલ્ફમ્યુઝિંગ.કૉમ છે. આ વેબસાઇટમાં સુશાંતના વિચારો, તે જે શીખ્યો, સપનાઓ અને તેની ઇચ્છાઓને દેખાડવામાં આવશે. એના હોમ પેજ પર સુશાંતને એક ઇન્ડિયન ઍક્ટર, ડાન્સર, ઑન્ટ્રપ્રનર અને સમાજસેવક તરીકે દેખાડવામાં આવ્યો છે. સુશાંત સિંહ રાજપૂતની ફેસબુક ટીમે પોસ્ટ કરી હતી કે ‘તેઓ અમારાથી દૂર છે, પરંતુ હજી પણ જીવંત છે. તમારા જેવા ફૅન્સ ખરા અર્થમાં સુશાંતના ગૉડફાધર છે. તેમને આપેલા વચન મુજબ આ સ્થાનને તેમના વિચારો, તે જે શીખ્યા, સપનાઓ અને તેમની ઇચ્છાઓને દેખાડવામાં આવશે. તે હંમેશાં ઇચ્છતા હતા કે લોકો તેમને ઓળખે. હા, તેમણે છોડેલી દરેક પૉઝિટિવ એનર્જીને અમે લોકો સામે રજૂ કરીશું.’

entertainment news bollywood bollywood news bollywood gossips sushant singh rajput facebook