ડ્રગ્સ કેસમાં સામે આવ્યું દીપિકા પાદુકોણનું નામ, ચૅટમાં થયો ખુલાસો

22 September, 2020 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ડ્રગ્સ કેસમાં સામે આવ્યું દીપિકા પાદુકોણનું નામ, ચૅટમાં થયો ખુલાસો

દીપિકા પાદુકોણ

સુશાંત સિંહ (Sushant Singh Rajput) રાજપૂત મામલે જોડાયેલા ડ્રગ્સ (Drugs Case) કેસની તપાસમાં બોલીવુડ (Bollywood Actress) અભિનેત્રીઓનું નામ જોડાયું છે. હવે આમાં દીપિકા (Deepika Padukone) પાદુકોણનું નામ પણ સામેલ થયું છે. એનસીબી (NCB)ના સૂત્રોએ દીપિકાના નામનો ઉલ્લેખ પણ કર્યો છે.

સુશાંત સિંહ રાજપૂતના નિધન મામલે જોડાયેલા ડ્રગ્સ કેસમાં ઘણાં ફિલ્મી સિતારાના નામ જોડાઇ રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂતની ટેલેન્ટ મેનેજર જયા શાહની કહેવાતી એક ચૅટમાં D અને Kનામનો ઉલ્લેખ છે. NCBના સૂત્રો પ્રમાણે, Dનો અર્થ દીપિકા પાદુકોણ અને Kનો અર્થ છે કરિશ્મા (જયાની એસોસિએટ).

નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ સુશાંત સિંહની એક્સ મેનેજર શ્રુતિ મોદી અને તેની 'ટેલેન્ટ મેનેજર' જયા સાહાને સોમવારે એજન્સીની ઑફિસમાં હાજર થવા કહ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે જયા સાહા બપોરે લગભગ 2 વાગ્યે દક્ષિણ મુંબઇમાં આવેલી એનસીબીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની ઑફિસ પહોંચી.

એનસીબીએ મંગળવારે પણ જયા શાહને પૂછપરછ માટે બોલાવી છે. આ દરમિયાન અનેક ખુલાસા થઈ શકે છે.

અહીં વાંચો ચૅટ્સ

D' to K: શું તમારી પાસે માલ છે?

K' reply: હા પણ ઘરે છે. હું બાન્દ્રામાં છું.

K writes: જો તમને જોઇએ છે તો હું અમિતને કહી દઉં છું.

D writes: હા. પ્લીઝ

K writes: અમિત પાસે છે, તે રાખે છે.

D writes: Hash ને?

D writes: ગાંજો નહીં

K writes: કોકો પાસે તું ક્યારે આવે છે.

D writes: સાડા 11થી 12ની વચ્ચે

સારા સહિત આ અબિનેત્રીઓને મોકલવામાં આવશે સમન
તપાસ એજન્સીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે એનસીબી માદક પદાર્થ સાથે જોડાયેલા કેસની તપાસના સંબંધે અભિનેત્રી સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને ફેશન ડિઝાઇનર સિમોન ખંબાટાની પૂછપરછ માટે સમન મોકલવાની છે.

અભિનેત્રી રકુલ પ્રીત સિંહે ગયા અઠવાડિયે દિલ્હી ઉચ્ચ ન્યાયાલય તરફ વળતા રિયા ચક્રવર્તી માદક પદાર્થ મામલે તેમને જોડનારા મીડિયાના સમાચાર પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી. તેમણે કહ્યું કે મીડિયાને સૂચના લીક કરવાની તપાસ થવી જરૂર છે કારણકે આ પ્રકારના સમાચાર થકી છબિ ખરાબ થઈ શકે છે.

જણાવવાનું કે ડ્રગ્સ મામલે એનસીબીએ એક ડઝનથી વધારે લોકોની ધરપકડ કરી છે, જેમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેનો ભાઈ શૌવિક ચક્રવર્તી પણ સામેલ હતો.

sushant singh rajput deepika padukone bollywood bollywood news bollywood gossips