સુશાંતના ‘જબ તક’ ટ્રેકનું ટ્રિબ્યુટ વર્ઝન

06 September, 2020 08:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંતના ‘જબ તક’ ટ્રેકનું ટ્રિબ્યુટ વર્ઝન

અંકિતા અને સુશાંત

સુશાંત સિંહ રાજપૂતનું પોપ્યુલર સોંગ જબ તકનું સ્પેશ્યિલ વર્ઝન એક્ટર્સ અંકિતા લોખંડે અને અધ્યયન સુમને લોન્ચ કર્યું છે, જેમાં સુશાંત સિંહ રાજપૂતને ટ્રિબ્યુટ આપવામાં આવ્યું છે.

અધ્યયને ઈન્સ્ટાગ્રામમાં આ સોંગના વર્ઝનની એક વીડિયો ક્લીપ મૂકી છે, જેમાં સુશાંતની એક્સ-ગર્લફ્રેન્ડ અંકિતાનો પણ સમાવેશ છે. અંકિતાએ કહ્યું કે, કેવી રીતે સુશાંત નાની વસ્તુઓમાં પણ આનંદ મેળવતો હતો.

અધ્યયને લખ્યું કે, જબ ટક 2.0 એ એસએસઆર માટે ટ્રિબ્યુટ છે. થેન્ક્યું અંકિતા આ શૅર કરવા માટે અને આ ટ્રિબ્યુટનો ભાગ બનવા માટે! જે લોકો સુશાંતને ન્યાય મળે એ માટે લડી રહ્યા છે તેમના ચહેરા પર હું એક સ્માઈલ લાવી શકું એટલુ તો કરી જ શકું છું. આપણી યાદોમાં તે હંમેશા રહેશે.

આ સોંગમાં અધ્યયન પણ ગાઈ રહ્યો છે. અંકિતાએ પણ આ વીડિયો ઈન્સ્ટાગ્રામમાં શૅર કરીને કૅપ્શન આપી, ‘speechless’. આ સોંગનું ઓરીજિનલ વર્ઝન એમ.એસ.ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીનું છે જે 2016માં રિલીઝ થઈ હતી.

entertainment news bollywood news sushant singh rajput ankita lokhande